Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 70 માનપિંડદોષનું દષ્ટાંત ઘરોમાં સુખડી શોધો છો.” તે મશ્કરીથી ગુસ્સે થઈ દેવદત્ત પોતે બોલ્યો, બોલો, હું દેવદત્ત છું. જો તે છે પછી હું સાતમો ન હોઉં તો કહું.” તે બધાએ આશ્ચર્યથી પૂછ્યું, “તે છ કોણ છે ?' તેણે કહ્યું, '(1) શ્વેતાંગુલી, (2) બકોટ્ટાયી, (3) તીર્થસ્નાત, (4) કિંકર, (5) હદન, (6) ગૂઠાવરીષી - આ છ પત્નીના વશમાં હોય છે. (1) શ્વેતાંગુલી - એક કુલપુત્ર પત્નીના કહ્યા મુજબ કરતો હતો. સવારે ભૂખ્યો થયો. પત્ની પાસે ભોજન માંગ્યું. તેણીએ પલંગમાં રહીને કહ્યું, “જો ખાવું હોય તો ચુલામાંથી રાખ કાઢીને ઈન્જન પ્રગટાવો. તો શીધ્ર જમાડું.” તેણે તેમ કર્યું. રોજ તે પ્રમાણે ચુલામાંથી રાખ કાઢવાથી તેની આંગળીઓ સફેદ થઈ ગઈ. તેથી લોકોએ તેનું “શ્વેતાંગુલી' નામ પાડ્યું. (2) બકોટ્ટાયી - પત્નીના ભક્ત એવા કોઈ માણસને પત્નીએ કહ્યું, “રોજ તમારે જ તડાવમાંથી પાણી લાવવું.” તેને દિવસે શરમ આવતી હતી એટલે રોજ અંધારામાં તડાવે પાણી લેવા જતો હતો. તેથી બગલાઓ ઉડતા હતા. તેથી તેનું નામ લોકોએ “બકોડાયી” રાખ્યું. (3) તીર્થસ્નાત - પત્નીને આધીન કોઈ માણસે પત્નીને પોતાને સ્નાન કરાવવા કહ્યું. પત્નીએ કહ્યું, “સામગ્રી લઈને નદીકિનારે જાઓ, ન્ડાઈને જલદી આવજો.” તે તે પ્રમાણે કરતો હતો. તેથી લોકોએ તેનું નામ “તીર્થસ્નાત” રાખ્યું. (4) કિંકર - પત્નીના અનુરાગી એક માણસે સવારે ઊઠીને પત્નીને કહ્યું, “હે પ્રિયા! શું કરું?' તેણીએ ખાંડવાનું, પિસવાનું, પાણી લાવવાનું કહ્યું. તેણે તેમ કર્યું. “શું કરું ?' એમ કહેવાથી લોકોએ તેનું કિંકર એવું નામ પાડ્યું. (5) હદન - એક કુલપુત્ર પત્નીના આદેશથી નાના છોકરાઓના રમાડવા, ઝાડો-પેશાબ કરાવવા, તેના વસ્ત્રો ધોવા વગેરે કરવાથી