Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 48 પાત્રા વગેરેના પડિલેહણની વિધિ એટલું રજસ્ત્રાણનું પ્રમાણ હોય છે. (7) ગુચ્છક - તે ઊનનું હોય છે. તે ઝોળી ઉપર બંધાય છે. તે 1 વેત અને 4 અંગુલ લાંબુ - પહોળુ હોય છે. પાત્રા વગેરેના પડિલેહણની વિધિ - મુહપત્તિની જેમ પડલા અને ગુચ્છક વગેરેનું પચીસ પ્રકારે પડિલેહણ કરવું. આગંતુક જીવો, સંમૂચ્છિમ જીવો, વનસ્પતિ જીવો વગેરેને જાણવા માટે પહેલા આંખ, નાક વગેરેથી ઉપયોગ મૂકે. મુહપત્તિથી ગુચ્છકનું પડિલેહણ કરે. ગુચ્છકવાળી આંગળીઓથી પડલાનું પડિલેહણ કરે. પાત્રાનું પડિલેહણ કરતી વખતે પાત્રા ભૂમિથી ચાર અંગુલ ઊંચા રાખે. પાત્રાનું પડિલેહણ કરતી વખતે જ્યાં પાત્રાને હાથનો સ્પર્શ થાય ત્યાં એક બોલ ચિંતવવો, પાત્રાનું બહારથી પડિલેહણ કરતા બાર બોલ ચિંતવવા અને પાત્રાનું અંદરથી પડિલેહણ કરતા બાર બોલ ચિતવવા. પૂર્વભવમાં સારી રીતે કરેલ પાત્રાપડિલેહણને લીધે વલ્કલચીરિને જાતિસ્મરણજ્ઞાન થયું. “શું આમાં સાપ છે? કે આ રીતે વારંવાર પડિલેહણ કરાય છે.” એમ કહીને પડિલેહણની ઉપેક્ષા કરનાર સાધુને શાસનદેવીએ શિક્ષા કરી. જેમ યોગ્ય સમયે કરેલ ખેતી ફળ આપે છે તેમ યોગ્ય સમયે કરેલ પડિલેહણ ફળ આપે છે. જેમ મુહૂર્તના સમયનું ધ્યાન રખાય છે તેમ પડિલેહણના સમયનું ધ્યાન રાખવું, પડિલેહણમાં પ્રમાદ કરનાર પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય - એમ છ કાયનો વિરાધક થાય છે. પડિલેહણ કરતા કરતા જે વાત કરે, દેશકથા કરે, પચ્ચખાણ આપે, ભણે, ભણાવે, બીજા પાસેથી પાઠ લે, તે છ કાયનો વિરાધક થાય છે. માટે પડિલેહણ કરતા કરતા આ બધુ ન કરવું, ઉપયોગપૂર્વક . પડિલેહણ કરવું. બીજી પોરિસીમાં અર્થની વાચના પાદોન પોરિસીએ પાત્રાનું પડિલેહણ કર્યા પછી બીજી પોરિસીમાં