Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ગોચરી માટેના આઠ માર્ગો લેતા ગોચરી માટે વિચરે. જેમ ભમરો પુષ્પમાંથી થોડો રસ પીવે, પુષ્યને પીડા ન કરે અને પોતાને તૃપ્ત કરે તેમ સાધુ ગૃહસ્થોના ઘરમાંથી થોડું વહોરે, ગૃહસ્થોને તકલીફ ન પહોંચાડે અને પોતાને તૃપ્ત કરે. ગોચરી માટેના આઠ માર્ગો (1) ઋજુગતિ - સ્થાનથી સીધી ગતિએ વહોરતો જાય અને પાછા વળતા વહોર્યા વિના આવે. (2) ગત્વા પ્રત્યાગતિ - પહેલા વહોર્યા વિના સીધો જતો રહે અને પાછા વળતા વહોરતો વહોરતો આવે. ગોમૂત્રિકા - ગોમૂત્રિકોની જેમ ડાબી બાજુના ઘરે વહોરીને જમણી બાજુના ઘરે વહોરે, પછી ડાબી બાજુના ઘરે વહોરે એમ ડાબેથી જમણે અને જમણેથી ડાબે વહોરતો જાય. (4) પતંગવિથિ - પતંગિયાની જેમ ગમે તે ઘરમાં વહોરવા જાય. (5) પેટા - વચ્ચેના ઘરો છોડીને ચારે દિશાની શ્રેણીના ઘરોમાં ક્રમશઃ વહોરવા જાય. અર્ધપેટા - બાજુ બાજુની બે શ્રેણીના ઘરોમાં ક્રમશઃ વહોરવા જાય. અત્યંતરસંબુક્કા - અંદરના ઘરોમાં વહોરતો વહોરતો ભમતા ભમતા બહાર આવે. બાહ્યસબુક્કા - બહારના ઘરોમાં વહોરતો વહોરતો ભમતા ભમતા અંદર જાય. અન્ય ગ્રંથોમાં પહેલા - બીજા માર્ગોનો એક માર્ગ કહ્યો છે અને સાતમા-આઠમા માર્ગોનો એક માર્ગ કહ્યો છે. તેથી ગોચરી માટેના છ . માર્ગો કહ્યા છે. દશ પ્રકારની સામાચારી (પૂર્વે કહ્યું કે, “સાધુ ઇચ્છાકાર વગેરે જયણાપૂર્વક ગોચરી માટે