Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દશ પ્રકારની સામાચારી 61 વિચરે.” તેથી હવે ઇચ્છાકાર વગેરે દસ પ્રકારની સામાચારી બતાવે છે.) (1) ઇચ્છાકાર - સાધુએ કારણ વિના બીજા પાસે પોતાનું કામ ન કરાવવું. માંદગી વગેરેના કારણે કદાચ બીજા પાસે કામ કરાવવું હોય તો બીજાને વિનંતિ કરવી, “તમારી ઇચ્છા હોય તો મારું આ કામ કરી આપશો ?" નિર્જરા માટે બીજાનું કામ કરવું હોય તો પણ કહેવું, તમારી ઇચ્છા હોય તો હું તમારું કામ કરી આપું?' બધે ઇચ્છાકારનો પ્રયોગ કરવો, ક્યાંય બળાત્કારનો ઉપયોગ ન કરવો. (2) મિથ્થાકાર - કંઈ પણ વિપરીત આચરણ થાય તો તેનું મિચ્છામિ દુક્કડમ્ આપવું. (‘તે મારુ દુષ્કત (ખરાબ કાર્ય) મિથ્યા (ખોટુ) થાઓ” એમ કહેવું.) (3) તથાકાર - કલ્પ અને અકલ્પમાં જ્ઞાનની પરાકાષ્ઠાને પામેલા, મહાવ્રતોમાં રહેલા, સંયમ-તપથી યુક્ત એવા ગુરુનું વચન વાચના વગેરેમાં વિચાર્યા વિના અવશ્ય સ્વીકારવું. કલ્પ = આચાર અથવા જિનકલ્પ વગેરે. અકલ્પ = અનાચાર અથવા ચરક, બૌદ્ધ વગેરેનો આચાર. (4) આવશ્યકી - જ્ઞાન વગેરે માટે વસતિની બહાર અવશ્ય જવાનું હોય ત્યારે “આવસહી' કહેવી. (5) નષેલિકી - વસતિ, જિનાલય વગેરેમાં પ્રવેશવાનું હોય ત્યારે નિસીહી' કહેવી. () આપૃચ્છા - કાર્ય આવે ત્યારે ગુરુને પૂછવું. પ્રતિપૃચ્છા - પહેલા ગુરુએ ના પાડી હોય એવું કાર્ય અવશ્ય કરવાનું હોય ત્યારે ગુરુને ફરી પૂછવું. અથવા પહેલા ગુરુએ જે કાર્ય કરવાનું કહ્યું હોય તે કરવાના સમયે ફરી ગુરુને પૂછવું. (8) છંદના - પૂર્વે વહોરેલા આહાર વગેરે વડે સાધુઓને લાભ આપવા વિનંતિ કરવી.