Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પાત્રાના સાત ઉપકરણો 47. પ્રમાણવાળુ પાત્રુ છે. જઘન્ય પ્રમાણ - મધ્યમ પ્રમાણથી ઓછા પ્રમાણવાળુ પાત્રુ તે * જઘન્ય પ્રમાણવાળુ પાત્રુ છે. (2) પાત્રાબંધન (ઝોળી) - પાત્રાના માપ પ્રમાણે પાત્રાબંધનનું માપ રાખવું જેથી ગાંઠ લગાવ્યા પછી છેડા ચાર અંગુલ જેટલા બહાર રહે. (3) પાત્રસ્થાપન (પાત્રાસન) - તે ઊનનું હોય છે. તેની ઉપર પાત્રા રખાય છે. તેનું માપ 1 વેંત અને ચાર અંગુલ છે. (4) પાત્રકેસરિકા - તે સૂતરાઉ મુહપત્તિરૂપ છે. તેનાથી પાત્રાનું પડિલેહણ થાય છે. તેનું માપ 1 વેંત અને ચાર અંગુલ છે. (5) પડલા - તે સૂતરાઉ હોય છે. પાત્રામાં જીવોને પડતાં અટકાવવા પડલા રખાય છે. તે કેળના ગર્ભ જેવા કોમળ હોય છે. તે ઘન હોય છે. ઋતુપ્રમાણે તેમનું સંખ્યાપ્રમાણ આ પ્રમાણે છે - પડલાની સંખ્યા જઘન્યથી | મધ્યમથી | ઉત્કૃષ્ટથી | ઉષ્ણ | 3 | 4 શીત | 4 | 5 ઋતુ વર્ષા પડલા અઢી હાથ લાંબા અને 36 અંગુલ પહોળા હોય છે. તેમનું બીજુ પ્રમાણ પાત્રા અને શરીર પ્રમાણે જાણવું. (6) રજસ્ત્રાણ - પાત્રાને વીંટવાનું કપડું. તેનું માપ પાત્રા પ્રમાણે હોય છે. પાત્રાને ચારે બાજુથી વીંટીને પાત્રાની અંદર ચાર અંગુલ ઊતરે