Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ શ્રાવકે દરરોજ કરવાના સાત ચૈત્યવંદનો 57 તિવિહાર ઉપવાસ કરનારને વાપર્યા પછીનું ચૈત્યવંદન કરવાનું ન હોવાથી છ ચૈત્યવંદનો કરવાના હોય છે. ચઉવિહાર ઉપવાસ કરનારને પચ્ચકખાણ પારવાનું અને વાપર્યા પછીનું એ બન્ને ચૈત્યવંદનો કરવાના ન હોવાથી પાંચ ચૈત્યવંદનો કરવાના હોય છે. શ્રાવકે દરરોજ કરવાના સાત ચૈત્યવંદનો (1) સવારે ઊઠે ત્યારે જગચિંતામણિનું. (2) સવારના પ્રતિક્રમણમાં વિશાલલોચનનું. (3) સવારના દેવવંદનનું . (4) બપોરના દેવવંદનનું. (5) સાંજના દેવવંદનનું. (6) સાંજના પ્રતિક્રમણમાં નમોડસ્તુનું. (7) સંથારા પોરિસી ભણાવતાં કે સાંભળતાં ચીક્કસાયનું. પ્રતિક્રમણ નહીં કરનારા શ્રાવકને વિશાલલોચનનું અને નમોડસ્તુનું ચૈત્યવંદન કરવાનું ન હોવાથી પાંચ ચૈત્યવંદન કરવાના હોય છે. જઘન્યથી શ્રાવકને ત્રણ કાળના દેવવંદનના ત્રણ ચૈત્યવંદનો કરવાના હોય છે. ચૈત્યવંદનાના ત્રણ પ્રકાર (1) જઘન્ય ચૈત્યવંદના - (i) એકાંગ નમસ્કાર - મસ્તક નમાવવું. | (i) યંગ નમસ્કાર - બે હાથ જોડવા. (i) ચંગ નમસ્કાર - બે હાથ જોડી મસ્તક નમાવવું. (iv) ચતુરંગ નમસ્કાર - બે ઘુંટણ ભૂમિ ઉપર અડાડીને બે હાથ જોડવા. (v) પંચાંગ નમસ્કાર - બે હાથ, બે ઘુંટણ અને મસ્તક ભૂમિ ઉપર