Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 42 22 પરીષહ (12) આક્રોશ - કોઈ ગુસ્સો કરે, અસભ્ય વચન બોલે તો પણ ઉકળાટ ન લાવવો, સમભાવમાં રહી સહન કરવું તેને ઉપકારી માનવો. (13) વધ - કોઈ લાકડી વગેરેથી મારે કે જીવિત હરી લે તો પણ તેની ઉપર ખરાબ ભાવ ન લાવવો, તેને મારવાની ઇચ્છા ન કરવી. (14) યાચના - ગોચરી, ધર્મોપકરણ વગેરેની માંગણી કરવામાં લજ્જા ન રાખવી. (15) અલાભ - યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો પણ દીનતા ન લાવવી પણ પોતાના કર્મોદયને વિચારવો. (16) રોગ - રોગ આવે ત્યારે જિનકલ્પી મુનિ તેનો ઉપચાર ન કરે પણ સહન કરે. રોગ આવે ત્યારે સ્થવિરકલ્પી મુનિ વધુ વિરાધનાથી બચવા નિર્દોષ ઉપચાર કરે અને રોગની પીડાને સહન કરે. (17) તૃણસ્પર્શ - ઘાસના સંથારાની અણીઓ શરીરમાં ખૂંચતી હોય કે વસ્ત્રનો સંથારો કર્કશ હોવાથી શરીરમાં ખૂંચતો હોય તો પણ ઉગ ન કરવો, પણ સમભાવે સહન કરવું. (18) મલ - શરીર, કપડા વગેરે મલિન થાય તો પણ દુર્ગછા ન કરવી, મેલને દૂર ન કરવો, મલિન વસ્ત્રો ધારણ કરવા. (19) સત્કાર - લોકો વસ્ત્ર વગેરેથી સત્કાર-સન્માન કરે તો અભિમાન ન કરવો, આનંદ ન પામવો અને લોકો સત્કાર-સન્માન ન કરે તો દ્વેષ-ઉદ્વેગ ન કરવો, નિરાશ ન થવું. (20) પ્રજ્ઞા - બહુ બુદ્ધિશાળી હોય અને લોકો બહુ પ્રશંસા કરે તો પણ અભિમાન ન કરવો, પણ “પૂર્વે મારા કરતા અનેકગણા જ્ઞાનીઓ * થઈ ગયા, તો મારું જ્ઞાન કેટલું?' એમ વિચારી નમ્ર રહેવું. (21) અજ્ઞાન - મંદમતિ હોવાના કારણે જ્ઞાન ન ચઢતું હોય તો પણ દીનતા ન લાવવી પણ પોતાના કર્મોદયને વિચારવો.