Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 41 22 પરીષહ (2) પિપાસા - તરસને સહન કરવી પણ સચિત્ત પાણી કે દોષિત પાણી વાપરવું નહીં. (3) શીત - ઠંડીને સહન કરવી પણ અકથ્ય વસ્ત્ર, ધાબળા, અગ્નિ વગેરેનો ઉપયોગ ન કરવો. (4) ઉષ્ણ - ગરમીને સહન કરવી પણ પંખા-વસથી પવન ન નાંખવો, સ્નાનની ઇચ્છા ન કરવી, શરીર પર પાણીના છાંટા ન નાંખવા. (5) દંશ - મચ્છર, ડાંસ, જૂ, લીખ, માંકડ વગેરેના ડંખ સહન કરવા, તેમને મારવા નહીં, તેમને દૂર કરવા નહીં, ત્યાંથી ઊઠીને બીજે જવું નહીં, મનમાં આર્તધ્યાન ન કરવું. (6) અચલ - વસ્ત્ર ન મળે કે જીર્ણ મળે તો પણ દીનતા ન કરવી, બહુ મૂલ્યવાન વસ્ત્રોની ઈચ્છા ન કરવી, સાદા વસ્ત્ર ધારણ કરવા. (7) અરતિ - સંયમમાર્ગમાં અરતિ (કંટાળો) ન લાવવી. ક્યારેક આવી જાય તો કર્મનો ઉદય વિચારી સમય પસાર કરવો પણ સંયમ છોડવું નહીં. સ્ત્રી - સ્ત્રી એ સંયમમાર્ગમાં વિગ્ન કરનારી છે. માટે તેનો પરિચય ન કરવો, તેની વાતો ન કરવી, તેના અંગોપાંગ - ચિત્રો ન જોવા, તેની ઉપર રાગપૂર્વક દષ્ટિ ન કરવી. (9) ચર્યા - હંમેશા એક સ્થાને ન રહેતા એક ગામથી બીજે ગામ વિચરવું, નવકલ્પી વિહાર કરવો, વિહારમાં કંટાળવું નહીં. (10) નૈધિકીસ્થાન - સ્ત્રી, પશુ, નપુંસક વગેરેના સંસર્ગવાળા સ્થાનમાં ન રહેવું, પણ શૂન્યઘર, સ્મશાન વગેરે સ્થાનોમાં રહેવું. (11) શય્યા - શય્યા એટલે ઉપાશ્રય કે સંથારાની ભૂમિ. તે ઊંચી-નીચી વગેરે પ્રતિકૂળ હોય તો શ્વેષ ન કરવો, અનુકૂળ હોય તો રાગ ન કરવો.