Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પ 6 વિગઈ, 4 મહાવિગઈ | વિગઈ 6 પ્રકારની છે, મહાવિગઈ 4 પ્રકારની છે. 6 પ્રકારની વિગઈ - (1) દૂધ - તે પાંચ પ્રકારનું છે - ગાયનું, ભેંસનું, બકરીનું, ઉંટડીનું અને ઘેટીનું. (2) દહીં - તે ચાર પ્રકારનું છે - ગાયનું, ભેંસનું, બકરીનું અને ઘેટીનું. (3) ઘી - તે ચાર પ્રકારનું છે - ગાયનું, ભેંસનું, બકરીનું અને ઘેટીનું. (4) તેલ - તે ચાર પ્રકારનું છે - તલનું, અળસીનું, કસુંબીના બીજનું અને સરસવનું. (5) ગોળ - તે બે પ્રકારનો છે - દ્રવગોળ(પ્રવાહી ગોળ) અને પિંડગોળા (કઠણ ગોળ) (6) પકવાન (કડાહ વિગઈ) - તે બે પ્રકારનું છે - ઘીમાં તળેલું અને તેલમાં તળેલું. છ વિગઈઓનો યથાશક્તિ ત્યાગ કરવો. 4 પ્રકારની મહાવિગઈ - (1) મદિરા - તે બે પ્રકારની છે - કાષ્ઠની વનસ્પતિની) અને પિષ્ટની (લોટની) (2) મધ - તે ત્રણ પ્રકારનું છે - મધમાખીનું, ભમરીનું અને કુંતિનું. (3) માંસ - તે ત્રણ પ્રકારનું છે - જલચરનું, સ્થલચરનું અને ખેચરનું, અથવા ચામડુ, લોહિ અને માંસ. (4) માખણ - તે ચાર પ્રકારનું છે - ગાયનું, ભેંસનું, બકરીનું અને ઘેટીનું. ચાર મહાવિગઈઓ અભક્ષ્ય છે, કેમકે તેમાં તે રંગના અસંખ્ય જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે. માટે તેમનો સંપૂર્ણ ત્યાગ કરવો.