Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 24 આગારોના અર્થો અલ્પ અંશો હોવા છતાં પચ્ચકખાણનો ભંગ ન થાય. (15) પ્રતીત્યપ્રક્ષિત - આંગળીથી ઘી-તેલ લઈને ચોપડીને બનાવેલ ખાખરા વગેરે નીવિના પચ્ચકખાણવાળાને આ આગારથી ચાલે. ધાર રેડીને ચોપડીને બનાવેલ ખાખરા વગેરે નીલિમાં ન કલ્પે. (16) ચોલપટ્ટાકાર - જિતેન્દ્રિય મહામુનિઓ વસ્ત્ર ન પહેરવાના પણ પચ્ચકખાણ કરે છે. તેવા મુનિ વસ્ત્રરહિત બેઠા હોય અને ત્યારે કોઈ ગૃહસ્થ આવી જાય તો મુનિ ચોલપટ્ટો પહેરી લે તો પણ પચ્ચકખાણનો ભંગ ન થાય. (17) લેપ - વાસણ વગેરેને ચીકણું કરનારા ખજુરનું પાણી વગેરે લેપવાળા પાણીને ઉપવાસ વગેરેમાં વાપરવાથી પચ્ચકખાણનો ભંગ ન થાય. (18) અલેપ - કાંજી વગેરે લેપ વિનાના પાણીને ઉપવાસ વગેરેમાં વાપરવાથી પચ્ચકખાણનો ભંગ ન થાય. (19) અચ્છ - ત્રણ ઉકાળાવાળા નિર્મળ પાણીને ઉપવાસ વગેરેમાં વાપરવાથી પચ્ચખાણનો ભંગ ન થાય. (20) બહુલ - ચોખા વગેરેના ધોવણના ડહોળા પાણીને ઉપવાસ વગેરેમાં વાપરવાથી પચ્ચકખાણનો ભંગ ન થાય. (21) સસિથ - દાણાવાળા ઓસામણ વગેરેના પાણીને ઉપવાસ વગેરેમાં વાપરવાથી પચ્ચખાણનો ભંગ ન થાય. (22) અસિથ - દાણા વિનાના ઓસામણ વગેરેના પાણીને ઉપવાસ વગેરેમાં વાપરવાથી પચ્ચખાણનો ભંગ ન થાય. વિગઈ મનમાં વિકાર પેદા કરે અને આત્માને વિગતિ (દુર્ગતિ)માં લઈ જાય તે વિગઈ.