Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પચ્ચકખાણની 7 પ્રકારની શુદ્ધિ (4) જલલાપસી - પકવાનને તળીને કાઢ્યા બાદ વધેલુ ઘી પણ કાઢી લઈને તવીમાં રહેલી ચીકાશમાં ઘઉંનો જાડો કાંકરીયાળો લોટ શેકીને ગોળનું પાણી રેડીને બનાવેલો દાણાદાર શીરો કે કંસાર નીવિયાતા છે. કોરી કઢાઈમાં બનાવેલા શીરો અને કંસાર પણ નીવિયાતા છે. પોતકૃત પુડલો - તવીમાંથી બળેલુ ઘી કાઢી લીધા બાદ ખરડાયેલી તવીમાં ઘી કે તેલનું પોતું દઈને બનાવેલા ગળ્યા કે ખાટા પુડલા નીવિયાતા છે. કોરી તવીમાં બનાવેલા ગળ્યા કે ખાટા પુડલા પણ નીવિયાતા છે. પચ્ચકખાણની 6 પ્રકારની શુદ્ધિ (પહેલી રીતે) (1) શ્રદ્ધાનશુદ્ધિ - ભગવાને જે પચ્ચકખાણ જે રીતે જે કાળે જ્યાં કરવાનું કહ્યું હોય તેની બરાબર શ્રદ્ધા કરવી તે શ્રદ્ધાનશુદ્ધિ. (2) જ્ઞાનશુદ્ધિ - મૂળગુણ અને ઉત્તરગુણના જે પચ્ચક્ખાણ જે કલ્પમાં કરવા યોગ્ય હોય તે બરાબર જાણવા તે જ્ઞાનશુદ્ધિ. (3) વિનયશુદ્ધિ - વિધિપૂર્વક ગુરુવંદન કરીને પચ્ચકખાણ લેવું તે વિનયશુદ્ધિ. (4) અનુભાષણાશુદ્ધિ - પચ્ચકખાણ લેતી વખતે ગુરુના વચનની પાછળ પોતે પણ મનમાં પચ્ચકખાણનો અક્ષર-પદ-વ્યંજનથી શુદ્ધ પાઠ બોલવો તે અનુભાષણાશુદ્ધિ. (5) અનુપાલનાશુદ્ધિ - જે પચ્ચકખાણ લીધું હોય તેને જંગલમાં, દુકાળ, રોગ વગેરે વિપરીત સંયોગોમાં પણ બરાબર પાળવું તે અનુપાલનાશુદ્ધિ. (9) ભાવશુદ્ધિ - રાગ-દ્વેષ વિના વિશુદ્ધ ભાવથી કર્મનિર્જરા માટે પચ્ચખાણ કરવું તે ભાવશુદ્ધિ.