Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 34 પચ્ચકખાણ કરનાર અને કરાવનારના 4 ભાંગા 3) અશઠ (સરળ) ભાવવાળો હોય. 4) સંવિગ્ન (મોક્ષાભિલાષી) હોય. 5) સ્થિર પ્રતિજ્ઞાવાળો (લીધેલી પ્રતિજ્ઞાને બરાબર પાળનારો) હોય. પચ્ચખાણ કરનાર અને પચ્ચખાણ કરાવનારના ચાર ભાંગા 1) પચ્ચકખાણનો જાણકાર પચ્ચકખાણના જાણકાર પાસે પચ્ચકખાણ કરે. આ ભાંગો શુદ્ધ છે. 2) પચ્ચકખાણને નહીં જાણનારો પચ્ચકખાણના જાણકાર પાસે પચ્ચકખાણ કરે. આ ભાંગો શુદ્ધ છે. 3) પચ્ચકખાણનો જાણકાર પચ્ચકખાણને નહીં જાણનારા પાસે પચ્ચકખાણ કરે. આ ભાંગો શુદ્ધ છે. 4) પચ્ચકખાણને નહીં જાણનારો પચ્ચકખાણને નહીં જાણનારા પાસે પચ્ચકખાણ કરે. આ ભાંગો અશુદ્ધ છે. પચ્ચકખાણ કરવાથી થતો કર્મક્ષય પોરિસી, ઉપવાસ, છટ્ટ વગેરે તપ કરીને મુનિઓ જે કર્મને ખપાવે છે તે નરકના જીવો કરોડો ભવોમાં પણ ખપાવી શકતા નથી. તપ કેવો કરવો? તપ તેવો કરવો કે જેથી 1) મનમાં દુર્થાન ન થાય, 2) ઇન્દ્રિયોની ક્ષમતા ઘટે નહીં અને 3) પ્રતિક્રમણ વગેરે યોગોની હાનિ ન થાય. સંકેતપચ્ચકખાણનું ફળ સંકેત પચ્ચક્ખાણ અલ્પકષ્ટસાધ્ય છે. તેમાં કાળનો નિયમ નથી. છતાં તે ઘણા ફળને આપે છે, કેમકે તેમાં ઉપયોગ રાખવાનો છે અને