Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દશ પ્રકારના પચ્ચખાણ પચ્ચકખાણ = પ્રત્યાખ્યાન. પ્રતિ = પ્રતિકૂળપણે, આ = મર્યાદા વડે, ખ્યાન = કહેવું. એટલે કે, અમુક રીતે નિષેધની પ્રતિજ્ઞા કરવી તે. પચ્ચકખાણના બે પ્રકાર છે - (1) મૂલગુણ પચ્ચખાણ અને (2) ઉત્તરગુણ પચ્ચકખાણ. આ બન્નેના બે-બે પ્રકાર છે - (1) દેશવિરતિવિષયક અને (2) સર્વવિરતિવિષયક. તેમાં દેશવિરતિવિષયક અને સર્વવિરતિવિષયક ઉત્તરગુણપચ્ચખાણ દશ પ્રકારે છે - (1) અનાગત પચ્ચકખાણ - પછી કરવાનો તપ ગ્લાનની વૈયાવચ્ચ વગેરે કારણે પૂર્વે કરવો તે. દા.ત. પર્યુષણનો અઠ્ઠમ વૈયાવચ્ચે વગેરેના કારણે પૂર્વે કરવો. (2) અતિક્રાંત પચ્ચકખાણ - પૂર્વે કરવાનો તપ ગુરુ-ગ્લાન-તપસ્વી વગેરેની વૈયાવચ્ચના કારણે પછી કરવો તે. દા.ત. પર્યુષણનો અક્રમ વૈયાવચ્ચ વગેરેના કારણે પછી કરવો. (3) કોટિસહિત પચ્ચકખાણ - એક પચ્ચકખાણ પૂરું થાય અને બીજુ પચ્ચકખાણ શરૂ થાય ત્યારે બન્નેના છેડા ભેગા થવાથી તેને કોટિસહિત પચ્ચકખાણ કહેવાય. (4) નિયંત્રિત પચ્ચકખાણ - મહિને મહિને અમુક દિવસે સ્વસ્થતા હોય કે માંદગી હોય અમુક તપ અવશ્ય કરવો જ છે. આ તપ ચૌદપૂર્વી, જિનકલ્પી અને પહેલા સંઘયણવાળાને હોય. (5) સાકાર પચ્ચકખાણ - આગાર સહિતનું પચ્ચકખાણ તે. (6) અનાકાર પચ્ચખાણ - જંગલમાં કે દુકાળમાં ભોજન ના મળતાં જીવવાની આશા ન હોય ત્યારે આગાર વિનાનું પચ્ચકખાણ કરવું તે.