Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ તપચિંતવણીનો કાઉસ્સગ્ગ પ્રતિક્રમણ ન કરવાનું પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ ન કરે તો ચતુર્ગુરુનું પ્રાયશ્ચિત્ત આવે. અવિધિથી પ્રતિક્રમણ કરે તો માસલઘુનું પ્રાયશ્ચિત્ત આવે. “અવિધિથી પ્રતિક્રમણ કરવા કરતા પ્રતિક્રમણ ન કરવું સારું આવું વચન ઈર્ષાવાળું છે. પ્રતિક્રમણ ન કરવાથી મોટું પ્રાયશ્ચિત્ત આવે છે, અવિધિથી પ્રતિક્રમણ કરવાથી નાનું પ્રાયશ્ચિત્ત આવે છે. તપચિતવણીનો કાઉસ્સગ્ન તપચિતવણીના કાઉસ્સગ્નમાં આ પ્રમાણે વિચારવું - “શ્રી વર્ધમાનસ્વામીના તીર્થમાં ઉત્કૃષ્ટથી છ માસનો તપ કહ્યો છે હે આત્મન્ ! શું તું એ તપ કરી શકીશ? નહીં કરી શકું. તો શું છ માસમાં એક દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું. તો શું છે માસમાં 2-3-4-5 દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું. તો શું છ માસમાં 6-7-8-9-10 દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું. તો શું છ માસમાં 11-12-13-14-15 દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું. તો શું છ માસમાં 16-17-18-19-20 દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ ? નહીં કરી શકે. તો શું છ માસમાં 21-22-23-24-25 દિવસ ન્યુન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું. તો શું છ માસમાં 26-27-28-29-30 દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું. તો શું 5 માસમાં 1-2-3-4-5 દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું.” એમ 5-5 દિવસ ઘટાડતાં 1 માસના તપ સુધી વિચારવું. પછી આ પ્રમાણે વિચારવું - “શું 1 માસમાં 1 દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું. શું 1 માસમાં 2 દિવસ ન્યૂન એટલો તપ કરી શકીશ? નહીં કરી શકું. શું 1 માસમાં 3 દિવસ ન્યૂન એટલો તપ કરી