Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણ ત્યાર પછી પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણનો સમય એ છે કે પ્રતિક્રમણ પૂર્ણ થયે પડિલેહણ શરૂ કરવું અને પડિલેહણ પૂર્ણ થાય ત્યારે સૂર્યોદય થાય. પ્રશ્ન - પ્રતિક્રમણ શા માટે કરવું? જવાબ - પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું. સાધુએ અને શ્રાવકે ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું. ગુરુ ન હોય તો એકલા પણ સ્થાપનાચાર્યજી સામે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ નિર્યુક્તિમાં પ્રતિક્રમણ સાત પ્રકારનું કહ્યું છે - 1) દેવસિક પ્રતિક્રમણ 2) રાત્રિક પ્રતિક્રમણ 3) ઇવરકથિક પ્રતિક્રમણ 4) યાવત્રુથિક પ્રતિક્રમણ 5) પાક્ષિક પ્રતિક્રમણ 6) ચાતુર્માસિક પ્રતિક્રમણ 7) સાંવત્સરિક પ્રતિક્રમણ રાત્રે કોણે કેટલા પ્રહર સૂવાનું અને કેટલા પ્રહર જાગવાનું? આચાર્ય - પહેલા પ્રહરમાં જાગે. બીજા પ્રહરમાં સૂઈ જાય. ત્રીજા પ્રહરમાં જાગે. ચોથા પ્રહરમાં સૂઈ જાય. તેઓ પ્રતિક્રમણ સમયે જાગે.