________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન બિરાજમાન એવા વિહરમાન (વિદ્યમાન) તીર્થંકર-અરિહંતપ્રભુને, નમસ્કાર કરું છું.
શ્રી અરિહંત ભગવંતને-મહાપ, મહામાહણ, નિયમક, સાર્થવાહ એ ચાર ઉપનામ અપાય છે. તે નિમ્ના કારણથી સાર્થક છે. મહાગે પ-જેમ ગોવાળ ગાયોને ચરાવવાને વનમાં લઈ જાય છે, તેમ અરિહંત પ્રભુ સંસારી જ રૂપી ગાયોને નિર્વાણરૂપ વન પ્રત્યે પહોંચાડે છે; માટે મહાગેપ કહેવાય.
મહામાહણ–પ્રાણ, ભૂત, સત્વ અને જીવ એ ચાર પ્રકારના જીવને મા હણ, મા હણ, એટલે “હણે નહિ, હણે નહિ.” એવા શબ્દોને ઉપદેશ આપે છે. માટે મહામાહણ કહેવાય.
નિયમક-એટલે જેમ સુકાની (ખલાસી) સ્ટીમરમાં બેઠેલા ઉતારૂઓને ઈચ્છિત બંદરે લઈ જાય છે, તેમ શ્રી અરિહંત પ્રભુ સંસાર સમુદ્રમાં ધર્મરૂપી નૌકામાં (વહાણમાં) બેઠેલા જીવોને સિદ્ધ ગતિ રૂપ બંદરે સલામત પહોંચાડે છે, માટે નિર્ધામક, સાર્થવાહ કહેવાય.
સાર્થવાહ-એટલે જેમ કઈ સાર્થવાહની મદદથી ઇચ્છિત ગામે જવાય છે, તેમ શ્રી અરિહંત પ્રભુની સહાયતાથી મોક્ષ રૂપ નગરે પહોંચાય છે, માટે સાર્થવાહ કહેવાય.
કઈ પ્રશ્ન કરે કે અરિહંત ભગવાનને શા માટે નમસ્કાર કરવું જોઈએ? ઉત્તર-મુખ્ય કારણ એ છે કે, અરિહંત પ્રભુમાં જે જ્ઞાન દર્શનાદિ આત્મિક ગુણે છે, તે સત્તા શક્તિ રૂપે સર્વ આત્માઓમાં રહેલા છે, તે ગુણેને પ્રગટ કરવા માટે વંદન