________________
पञ्चमः प्रस्तावः
६७९ जाणइ।' तओ भगवया तत्थेव मिलिओ सयलो गामजणो अवस्थाणनिमित्तेण-मापुच्छिओ। लोगेणवि अच्चंतसोमसस्सिरीयरूवं भयवंतं दट्ठण भणियं-'देवज्जग! न सक्का एत्थ वसिउं, एहि गाममज्झे, गिण्हाहि जहाभिरुइयं अम्ह गिहेसु वसहिं।' भयपि अणिच्छमाणो भणइ-'इत्येव अणुजाणह।' लोगेण भणियं-'जइ एवं ता ठाहत्ति । ताहे गंतूण एगंमि कोणे पडिमं ठिओ सामी। सो य इंदसम्मो पच्छिमसेलसिहरं संपत्ते दिवसयरमंडले घूववेलं निम्मविऊण कप्पडियाइतडियवग्गं निस्सारित्ता भयवंतंपि भणइ-'देवज्जगा! तुमेवि नीहरह, मा इमिणा जक्खेण मारिज्जिहिह।' सामीवि असुणमाणोव्व तुसिणीए य गमेइ। पुणो पुणो इय भयंते य देवच्चगे सो. वंतरसुरो चिंतेइ-'अहो कोऽवि एस देवच्चएणं गामजणेण य भणिज्जमाणोवि न गओ एत्तो ठाणाओ, ता पेच्छिही जमज्ज करिस्सामि, बहूणं दिवसाणं दिट्ठियाखेल्लणगमुवागयंति।' एत्यंतरे अत्थमिओ दिणयरो समागया संझा। सट्ठाणं गओ देवच्चगो। काउस्सग्गे ठिओ भुवणबंधवो। मिलितः सकलः ग्रामजनः अवस्थाननिमित्तेन आपृष्टः । लोकेनाऽपि अत्यन्तसौम्यसश्रीकरूपं भगवन्तं दृष्ट्वा भणितं 'देवार्यक! न शक्यमत्र वस्तुम्, एहि ग्राममध्ये, गृहाण यथाभिरुचिकां अस्माकम् गृहेषु वसतिम् । भगवान् अपि अनिष्छन् भणति 'अत्रैव अनुजानीहि। लोकेन भणितं 'यद्यैवं तदा तिष्ठ।' तदा गत्वा एकस्मिन् कोणे प्रतिमायां स्थितवान् स्वामी । सः च ईन्द्रशर्मा पश्चिमशैलशिखरं सम्प्राप्ते दिवसकरमण्डले धूपवेलां निर्माप्य कार्पटिकादितटिकवर्गं निःसार्य भगवन्तमपि भणति 'देवाऽऽर्यक! यूयमपि निहरत, मा अनेन यक्षेण म्रियध्वम्।' स्वामी अपि अश्रुण्वन् तूष्णीकां च गच्छति। पुनः पुनः इति भणति च देवार्चके स व्यन्तरसुरः चिन्तयति 'अहो! कोऽपि एषः देवाऽर्चकेन ग्रामजनेन च भण्यमानोऽपि न गतः अस्मात् स्थानात, ततः प्रेक्षिष्यसे यदद्य करिष्यामि, बहुभिः दिवसैः दृष्टिकाखेलनकम् उपागतम्' इति । अत्रान्तरे अस्तमितः दिनकरः, समागता सन्ध्या । स्वस्थानं गतः देवाऽर्चकः | कायोत्सर्गे स्थितः भुवनबान्धवः । એવામાં ત્યાં એકઠા થયેલા ગામજનોને ભગવત્તે ત્યાં વાસ કરવા નિમિત્તે પૂછ્યું. એટલે અત્યંત સૌમ્ય અને રૂ૫ વિશિષ્ટ ભગવંતને જોઈ લોકોએ પણ જણાવ્યું કે હે દેવાય! તમે અહીં રહી શકશો નહિ. ગામમાં ચાલો અને ત્યાં તમારી ઇચ્છા પ્રમાણે અમારા ઘરે વાસ-સ્થાન લ્યો.' ત્યારે પ્રભુ પણ ગામમાં ન રહેવાની ઈચ્છાથી બોલ્યા-‘તમે અહીં રહેવાની અનુજ્ઞા આપો.” લોકોએ કહ્યું-જો એમ હોય તો ભલે અહીં રહો.” પછી ભગવંત એક ખૂણે જઇને પ્રતિમાએ સ્થિર રહ્યા. એવામાં દિવાકર પશ્ચિમ પર્વતના શિખરે પહોંચતા ધૂપ કરી, કાપેટિક અને ભિક્ષુકોને બહાર કાઢી, તે પૂજારી વિભુને પણ કહેવા લાગ્યો કે- હે દેવાય! તમે પણ બહાર નીકળો કે જેથી આ યક્ષના હાથે તમે માર્યા ન જાઓ.” એટલે જાણે સાંભળ્યું ન હોય તેમ સ્વામી તો મૌનપણે જ ઉભા રહ્યા. એમ પૂજારીએ વારંવાર કહ્યા છતાં જ્યારે ભગવંતે કાંઇ જવાબ ન આપ્યો ત્યારે વ્યંતરદેવ વિચારવા લાગ્યો કે “અહો! આ કોઇ વિચિત્ર વ્યક્તિ લાગે છે કે પૂજારી અને ગામ-જનોએ કહ્યા છતાં આ સ્થાનથી જતો નથી તો આજે હું જે કરીશ તે એ પણ જોઇ લેશે. ઘણા દિવસે આંખને આનંદ આપનાર એ હાથ ચડ્યો છે' એવામાં સૂર્ય અસ્ત થયો, સંધ્યા થઈ, પૂજારી સ્વસ્થાને ગયો અને સ્વામી કાયોત્સર્ગે રહ્યા.