________________
षष्ठः प्रस्तावः
९६३
जे इत्तियंपि न मुणंति किमज्ज होही, सोक्खं व दुक्खमुचियं व तहेयरं वा । संसेवणिज्जमिममन्नयरं च मोहमाहप्पझंपियपहाणविवेयनेत्ता ||२|| जुम्मं । किंच-कालंमि तंमि बहुला जइ नो कहेज्जा, संभोगदुव्विलसियं जणणीगयं मे । ता तारिसं दढमकज्जमहं करेत्ता, तिव्वानलेणवि लभिज्ज न नूण सुद्धिं ||३||
एवंविहाण विविहाण विडंबणाणं, भोगाभिलासमहमेक्कमवेमि मूलं । ता होउ संपइ इमेण दुगुछिएणं, सव्वोवहाविरहियं पकरेमि धम्मं ||४||
इति निच्छिऊण बहुप्पयारेहिं गोसंखियं जणणिं च पडिवज्जाविऊण पाणामाए पव्वज्जा पव्वइओ एसो, करेइ विविहे तवोविसेसे, अब्भसेइ निययधम्मसत्थाइं, रक्खेइ पाणिणो, पज्जुवासेइ गुरुणो, लद्धट्ठो य जाओ निययधम्ममग्गंमि । अन्नया सो विहरंतो कुम्मारगामबाहिं
ये एतावन्तमपि न जानन्ति किमद्य भविष्यति, सौख्यं वा दुःखम् उचितं वा तथेतरं वा । संसेवनीयमिदम् अन्यतरं च मोहमाहात्म्याऽऽच्छादितप्रधानविवेकनेत्राः । । २ । । युग्मम् ।। किञ्च-काले तस्मिन् गौः यदि नो कथितवती सम्भोगदुर्विलसितं जननीगतं मम । तदा तादृशं दृढमऽकार्यम् अहं कृतवान् तदा, तीव्राऽनलेनाऽपि लभेत न नूनं शुद्धिः ||३||
एवंविधानां विविधानां विडम्बनानाम्, भोगाऽभिलाषम् अहमेकम् अवैमि मूलम् । तस्माद् भवतु सम्प्रति अनेन जुगुप्सनीयेन, सर्वोपधाविरहितं प्रकरोमि धर्मम् ।।४।।
इति निश्चत्य बहुप्रकारैः गोशङ्खिकं जननीं च प्रतिपाद्य प्रणामया प्रव्रज्यया प्रव्रजितः एषः करोति विविधान् तपोविशेषान्, अभ्यस्यति निजधर्मशास्त्राणि, रक्षति प्राणिनः पर्युपास्ते गुरुम्, लब्धार्थश्च जातः
મોહ-માહાત્મ્યથી પ્રધાન વિવેકરૂપ લોચન આચ્છાદિત થતાં જેઓ એટલું પણ જાણતા નથી કે આથી સુખ થશે કે દુઃખ? આ ઉચિત છે કે અયોગ્ય? અથવા આ સેવનીય છે કે અસેવનીય? (૨)
અને વળી તે વખતે જનની સંબંધી સંભોગની દુષ્ટ ચેષ્ટા જો ગાયે મને ન કહી હોત, તો એવું ગાઢ અકાર્ય હું કરી નાખત કે જેની શુદ્ધિ તીવ્ર અગ્નિથી પણ કદી થઇ ન શકત. (૩)
આવી વિવિધ વિડંબનાનું મૂળ એક ભોગાભિલાષને જ હું સમજું છું, માટે દુગંછનીય એ ભોગથી હવે સર્યું. સર્વ ઉપાધિ રહિત એવા ધર્મને જ આદરૂં.' (૪)
એ પ્રમાણે નિશ્ચય કરી, અનેક પ્રકારે ગોશંખિક અને જનનીને સમજાવી પોતે પ્રણામા નામની પ્રવ્રજ્યા ધારણ કરી. પછી તે વિશેષ તપ, પોતાના ધર્મશાસ્ત્રનો અભ્યાસ, પ્રાણીઓની રક્ષા અને ગુરુની ઉપાસના કરવા લાગ્યો. એમ પોતાના ધર્મ-માર્ગમાં તે પ્રવીણ થયો. એકદા પરિભ્રમણ કરતાં તે કુમારગામની બહાર આવી