Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 14
________________ ની - પ્રસ્તાવના ( ક) ) દીક્ષાનો સ્વીકાર કર્યા પછી મોક્ષનો માર્ગ જાણવાની મારી તીવ્ર ઇચ્છા હતી. સૌપ્રથમ પંડિતવર્ય પ્રવીણભાઈની શિક્ષા અનુસાર યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથનું સંકલન કર્યું, તેથી મારી જિજ્ઞાસા કંઈક અંશે સંતોષાઈ. ત્યારપછી ગુરુતત્ત્વવિનિશ્ચયનું સંકલન કરવાથી મૂળગુણ, ઉત્તરગુણથી સંવલિત ભાવચારિત્રનો બોધ થયો, તેથી ચારિત્ર જીવન વિષયક મારી ઘણી મુંઝવણ ઉકેલાઈ ગઈ. ત્યારપછી યોગબિંદુ ગ્રંથનું સંકલન કર્યું, તેથી યોગની ઘણી અવાંતર ભૂમિકાનો બોધ થયો. પ્રવીણભાઈનો મારા ઉપર થયેલો આ ઉપકાર ભવોભવ મારું હિત કરશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આ અનુપમ મનોહર આનંદદાયી યોગમાર્ગને સમજ્યા પછી જીવનમાં ઉતારવા માટે મારું મનોમંથન સતત ચાલુ રહ્યું છે, તેમાં યોગવિંશિકા અને યોગશતકના કેટલાક પાઠ પ્રવીણભાઈના મુખથી સાંભળ્યા. પ્રણિધાન આદિ આશયો કરીને, વિષાદિ અનુષ્ઠાન નહિ કરીને, પ્રીતિ-ભક્તિ આદિ અનુષ્ઠાનપૂર્વક શ્રમણક્રિયા કરવાનો ભાવ થતો હતો, તેમાં બે પ્રતિક્રમણનાં સૂત્રોના અર્થનું જ્ઞાન પર્યાપ્ત ન લાગ્યું, સૂત્રોના ઔદંપર્યને જાણવા માટે મન સતત તલસતું હતું, તેવા શુભ ભાવો દ્વારા જ મારાં કોઈક ક્લિષ્ટ કર્મ ખસી ગયાં હશે અને મને લલિતવિસ્તરા ગ્રંથના અભ્યાસનો અવસર મળી ગયો. પૂજ્ય ચારુનંદિતાશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા સાધ્વી કલ્પનંદિતાશ્રીજીને આ ગ્રંથનો મંગલ પ્રારંભ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. તેમણે “પુરિસુત્તમાર્ણ સુધી લખાણ કરેલ, ત્યારપછી તેમને દૂર બેંગ્લોર ચાતુર્માસ કરવા જવાનું થયું અને ગ્રંથનું લખાણ અટક્યું. વળી, મારો પુણ્યોદય જાગ્યો અને “પુરિસસિહાણથી મેં આ ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી નિર્વિઘ્ન ગ્રંથ સમાપ્ત થયો છે. ધર્મસંગ્રહ અને ચૈત્યવંદન ભાષ્ય દ્વારા સૂત્રોની સંપદાઓ જાણ્યા પછી સૂત્રોમાં બતાવેલા ભાવોને નિષ્પન્ન કરવા મારું મન તત્પર રહેતું, છતાં એવું લાગતું હતું કે આમાં હજુ ઘણું ખૂટે છે, પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ દ્વારા સૂત્રોના ઔદંપર્યને કેમ પામવું, કદાચ આવા જ કોઈક શુભ ભાવથી બાધક ક્લિષ્ટ કર્મો ખસ્યાં અને બિંદુ જેટલું પણ આ સૂત્રોનું ઐદંપર્ય જાણવા માટે મને અભ્યાસનો સુયોગ સાંપડ્યો. જિન થવા માટે જેને જિનાજ્ઞાની તીવ્ર ભૂખ લાગી છે તેને જ આ ગ્રંથ ઘેબર આરોગવા જેવો મીઠો લાગશે. જેને જિનાજ્ઞાની તીવ્ર તરસ લાગી છે તેને જ આ ગ્રંથ અમૃતપાન તુલ્ય લાગશે. આ ગ્રંથ ભણ્યા પહેલાં પણ તીવ્ર મનોમંથનની આવશ્યક્તા છે, ભણતી વખતે પણ તીવ્ર મનોમંથનની આવશ્યક્તા છે અને ભણ્યા પછી પણ તીવ્ર મનોમંથનની આવશ્યક્તા છે. આ તીવ્ર મનોમંથન જ અંતિમ લક્ષ સુધી લઈ જવા સમર્થ બનશે. યોગશતકમાં બતાવેલા ચૈત્યવંદનનો મહિમા વર્ણવતાં જે વિશેષણો છે – દુઃખરૂપી પર્વતને ભેદવામાં વજસમાન, સુખનું કલ્પવૃક્ષ, મહાકલ્યાણકર, સંસાર પરિમિતિકરણ, દુર્લભથી પણ દુર્લભ - આ પાંચ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 292