________________
લિત-વિસ્તરા - છો ભવસાવ વણિત
A-૧૧) ના
જા ;
N પ્રસ્તાવના ૭
આત્મકલ્યાણનો ઉદ્દેશ રાખી કરાતી સર્વભાષિત ક્રિયા કહેવાય છે” આવા અધ્યાત્મપ્રધાન જૈન શાસનના સંપૂર્ણ રીત્યા પરીક્ષક સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “જ્ઞાનક્રિયા મોક્ષઃ' એ ન્યાયાનુસાર જ્ઞાનસમન્વિત ક્રિયા મોક્ષનું સાધન છે. એ મુખ્ય ધ્વનિ આ ગ્રન્થમાં રજૂ કર્યો છે.
એટલે આજે કેટલાક એકલા જ્ઞાનને ત્યારે કેટલાક એકલી ક્રિયાને માત્ર જે મોક્ષના મુખ્ય સાધન તરીકે જાહેર કરે છે તેમણે આ ગ્રન્થ બહુ ધ્યાનપૂર્વક સાદ્યત્તમના પૂર્વક વાંચવો જોઈએ કે જેથી બોધિની ઉત્પત્તિ અને મિથ્યાત્વાંધકાર વિલીન થાય!
વળી આજના યુગમાં સક્રિયજ્ઞાન કે જ્ઞાનની ક્રિયા અતિ અગત્ય હોય તેને દર્શાવનાર ગ્રન્થ અતિ ઉપયોગી થાય એમાં સંશય નથી.
જો કે સર્વજ્ઞભાષિત જૈનશાસનમાં અનેક અધ્યાત્મરૂપ ક્રિયાઓ છે તો પણ સર્વ ક્રિયા શિરોમણિભૂત તથા ચતુર્વિધ સંઘને સદા કરણીય “દૈનિક ક્રિયા આવશ્યક ક્રિયા અન્તર્ગત ચૈત્યવંદન ક્રિયા છે જે સકલ શ્રીસંઘના પ્રાણરૂપ છે તેમાં જરાય અતિશયોક્તિ નથી. ચૈત્યવંદનની વિઘેયતા :
શ્રી અરિહંત ભગવંતના ગુણગણના અનન્ય અનુરાગીઓએ ત્રણેય કાલ સદા ચૈત્યવંદન, અસાધારણ સમ્યગદર્શનની શુદ્ધિ માટે કરવું જોઈએ, તથા સમ્યગદર્શનની(પરમવિવેકની)શુદ્ધિથી જ્ઞાન પરિણતિ, યથાર્થ થાય છે અને ક્રમશઃ ચારિત્રાચારનો પરિણામ પ્રગટે છે વાસ્તે વિધિના અનુરાગી ભવ્ય પુરૂષોએ ચૈત્યવંદન કરવું જોઈએ એવી જિનેશ્વરોની આજ્ઞા છે. પ્રસ્તુત ગ્રન્થની સફલતા અને ઉપયોગિતા :
આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ “લલિતવિસ્તરા' નામક ગ્રન્થ, અનુષ્ઠાનોપયોગીરૂપે રચેલો છે. જેમ દ્રવ્ય-ગણિત-કથાનુયોગોને ચારિત્રપ્રતિપત્તિહેતુરૂપે પ્રધાનપણાએ સ્વીકારી, તેઓનું જ્ઞાનફલદાયી બને છે. તેમ પ્રસ્તુત શાસ્ત્રનું જ્ઞાન, શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાન કરવા દ્વારા સફલ છે.
આ ગ્રન્થ, આવશ્યક ચૈત્યવંદન સૂત્રોના અનન્ય-અસાધારણ વ્યાખ્યાથી સુશોભિત હોઈ વિશેષથી ઉપયોગી તરીકે પ્રસિદ્ધ છે.
જ્યારે સૂત્રોના પરમ રહસ્યનું જ્ઞાન થાય છે ત્યારે પરિણામનો ઉલ્લાસ જાગે છે અને તેથી કર્મોના ક્ષય ક્ષયોપશમથી અપૂર્વ આત્મગુણોનો વિકાસ થાય છે. - આ મુદ્દાસર ચૈત્યવંદન સૂત્રોનું અનુપમ અને સર્વોપયોગી વિવરણ કરવું વ્યાજબી ઠરે છે. આ વિવરણના જ્ઞાન દ્વારા શ્રદ્ધાનું મૂલ મજબુત બને છે. વિશેષણોની સફલતાનું પરિજ્ઞાન થવાથી અરિહંત ભગવંતના પ્રત્યે વિશેષથી નિરૂપમ આદરભાવ અવશ્ય વિકસે છે. માટે આ ગ્રન્થમાં ઈતર દર્શનાભિપ્રેત દેવ, એ
વાતી અનુવાદક - ભદ્રાફિક
GI.