________________
લલિત-વિસ્તરા
આ ઉરિભદ્રસરિ રચિત
A-૧૦
આટલા બધા વિષયોને આવરી લેતા આ લલિતવિસ્તરાવૃત્તિ મહાગ્રન્થનો વિસ્તાર કાંઈ હજારો શ્લોક પ્રમાણ વિશાળ નથી. એટલે સમજી શકાય છે આ લલિતવિસ્તરાગ્રન્થ પણ અર્થગંભીર છે. એટલે કર્મપ્રકૃતિચૂર્ણિ પરની ટીપ્પણ વગેરેના રચયિતા આચાર્યવર્ય શ્રીમદ્ મુનિચન્દ્રસૂરિમહારાજે એને સ્પષ્ટ કરવા એના પર પંજિકાવૃત્તિની રચના કરી છે. આની એકદમ સરળ સંસ્કૃતભાષામાં-જાણે કે પરસ્પર ગુજરાતીમાં જ વાતો કરાતી ન હોય એવી સંસ્કૃતભાષામાં અનેકવિધ સાહિત્ય સર્જક કર્ણાટક કેસરી પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે ભદ્રને કરનારી ભદ્રંકરા વૃત્તિ રચી સંઘ સમક્ષ રજુ કરી છે. ચારે બાજુ ફરી વળેલું ભૌતિકતાનું મોજું ચતુર્વિધ સંઘને પણ આજે ઓછેવત્તે અંશે સ્પર્શી ગયું છે. સંસ્કૃતભાષામાં નવી રચનાઓ તો લગભગ બંધ પડી જવાની સ્થિતિ છે. સંસ્કૃતભાષાના જૂના ગ્રન્થોનું અધ્યયન શ્રાવક-શ્રાવિકાવર્ગમાં તો લગભગ જ નહીં. સાધુ-સાધ્વી વર્ગમાં પણ એ આઘાતજનક હદે મંદ પડી રહ્યું છે. આજે સમાજનું વાતાવરણ એવું થયું છે કે ગુજરાતીમાં પણ જો તાત્ત્વિક-અર્થગંભીર રચના કરવી હોય તો એવો વાચકવર્ગ ન હોવાથી ઉત્સાહ પડી ભાંગે. આવા સાવ નિરાશા અને હતાશાજનક સંયોગોમાં પણ પૂજ્યપાદશ્રીએ ગીવાર્ણગિરામાં પોતાની કલમ ચાલુ રાખી છે એ જાણે કે ‘એકલો જાને રે...'ઉકિતને સાર્થક કરે છે. આ વયોવૃદ્ધ ઉંમરે પણ, સ્વાસ્થ્યની એટલી બધી અનુકૂળતા ન હોવા છતાં પણ, પૂજ્યપાદશ્રીની ચાલુ રહેલી આ સાહિત્યસર્જનની પ્રવૃત્તિ, તેઓશ્રીની ધગશ, હિંમત, અપ્રમત્તતા,સ્વાધ્યાયરુચિ વગેરે ઉદાત્ત ગુણોને સૂચિત કરે છે, તેમજ યુવાન સાધુઓને એક સુંદર આદર્શ પૂરો પાડે છે. પૂજ્યપાદશ્રીના વિરાટ સંયમપર્યાય-ગુણો વગેરે આગળ હું તો સાવ વામણો છું. તેઓ શ્રીમના ગ્રન્થની પ્રસ્તાવના લખવાની મારી શી ગુંજાઈશ ? તેમ છતાં પૂજ્યપાદશ્રીએ એ માટે મને યાદ કરી તક આપી એ માટે તેઓ શ્રીમદ્ગો હું ખુબખુબ ઋણી છું પૂજ્યપાદશ્રીનું આ નવું સર્જન, ચતુર્વિધસંઘમાં મંદ પડતી જતી સ્વાધ્યાય પ્રવૃત્તિને વેગવંતી બનાવવામાં ફાળો આપશે આવી આશા રાખીએ.
સંસ્કૃત ભાષામાં કરવામાં આવેલી આ સરળ વિવેચના છે. લલિતવિસ્તરા ગ્રન્થમાં રહેલા શ્રુતખજાનાની ગુજરાતીમાં વિસ્તૃત ઝાંખી કરવી હોય તો પૂજ્ય આચાર્યશ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. અક્ષરસઃ વિવેચના વાંચવી તથા શાસ્ત્રવચનોના ગૂઢ રહસ્યોને યથાર્થપણે સરળ રીતે રજુ કરવાની આગવી કલા ધરાવનારા પૂજ્યપાદ ગુરૂદેવ આ. ભગવંતશ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ લિખિત વિવેચના પરમતેજ ભાગ ૧-૨ વાંચવાની જિજ્ઞાસુઓને ખાસ ભલામણ છે.
કર્ણાટક કેસરી પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઉત્તરોત્તર અન્યપણ અનેક નવા સર્જનો કરી શ્રી સંઘની શ્રુતસમૃદ્ધિમાં વધારો કરતાં રહે એવી શુભભવના સાથે વિરમું છું. શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત-જયશેખરસૂરીશ્વરજી શિષ્યાળુ મુનિ અભયશેખરવિજય-કોલ્હાપુર (લલિત-વિસ્તરા સંસ્કૃત ટીકાની ગ્રંથની પ્રસ્તાવનામાંથી)
ગુજરાતી અનુવાદક
-21
તકરસૂરિ મ.સા.