________________
[ 3 ] જૈન દર્શનને કર્મ-સિદ્ધાન્ત
અને એનું
તુલનાત્મક અવલોકન પૂર્વ જન્મ અને પુનર્જન્મ–દર્શન એટલે તાત્વિક વિચારણા એને મુખ્ય સંબંધ આત્મા સાથે છે. કેટલાકને મતે આત્મા એ ચાર કે પાંચ મહાભૂતને એક પ્રકારને આવિર્ભાવ છે અને એને સંબંધ મર્યાદિત છે–એનું અસ્તિત્વ એ ભવ પૂરતું જ છે. આ માન્યતામાં આત્માના પૂર્વ જન્મ કે પુનર્જન્મ માટે સ્થાન નથી. જેએ આત્માને દેહથી ભિન્ન સ્વતંત્ર તત્ત્વ–પદાર્થરૂપે સ્વીકારે છે તેઓ આત્માને શાશ્વત તે માને છે પરંતુ એમાં યે અનેક પક્ષે છે. કેટલાક એક જ આત્મા માને છે. અનેક આત્મા માનનારાઓ પૈકી કેટલાકનું કહેવું એ છે કે આત્મા પૂર્વ જન્મ અને પુનર્જન્મની ઘટમાળથી સર્વદા મુક્ત છે. ઈન્સાફને દિવસે-ક્યામતે ખુદા આગળ આત્મા હાજર થશે અને એ વેળા એ પ્રત્યેક આત્માને માટે એક યા બીજી સ્થિતિમાં સદા રહેવાનું નક્કી થશે. પછી એને અચાન્ય ગતિમાં જવાનું નહિ રહે.
ભવ અને મેક્ષ – જૈન દર્શન પ્રમાણે દેહે દેહે ભિન્ન ભિન્ન આત્મા છે. આમ આત્માની સંખ્યા અનંતની છે. આ દર્શન આ દેખાતા લેક ઉપરાંત સ્વર્ગ અને નરકને પણ માને છે. વળી આત્મા–મનુષ્યને આત્મા પણ ખોટાં કાર્ય કરે તે
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org