________________
૧૭૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે
આ તમામ કૃતિઓના તેમ જ સિ(સ)ત્તરિ અને બસયગના અને સાથે સાથે આગમના કર્મવિષયક સાહિત્યના પરિશીલનપૂર્વક તુલનાત્મક દૃષ્ટિએ કમસિદ્ધાન્તને અંગે એક ગુજરાતીમાં પુસ્તક રચવા મારી ભાવના ઘણાં વર્ષોથી છે અને એ દિશામાં મેં ડોક પ્રયાસ પણ કર્યો છે.
સૂત્રાત્મક કર્મપ્રન્થ – કર્મના સિદ્ધાન્તને જૈન દર્શન સાથે વ્યાપક તેમ જ મહત્વપૂર્ણ સંબંધ જોતાં આ વિષયને કંઠસ્થ કરવા માટે જેમ “આર્યા' છંદમાં કર્મગ્રન્થ રચાયા તેમ આ વિષય સૂત્રરૂપે પણ રજૂ થવો જોઈ તે હતે. આ દિશામાં વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ પ્રસંગવશાત્ તત્વાર્થસૂત્રમાં ચેડાંક સૂત્ર આપી પહેલ તે કરી છે પરંતુ કોઈ ચિરંતન આચાર્યે આ કાર્ય કર્યું હોય એમ જાણવામાં નથી. આગમ દ્ધારક જેનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિએ નવ્ય પાંચ કર્મ ગ્રંથના વિષયને સ્વરૂપે ગૂંચ્યું છે. આ ૨૦૩ સૂત્રોની નાનકડી કૃતિ સત્વર પ્રસિદ્ધ કરવા એમના શિષ્યવર્ગને તેમ જ ધનિક જનેને સાદર વિજ્ઞપ્તિ છે.
અંતમાં જે જે કૃતિને કે એને અંશના કે કૃતિકલાપના નામની પુનરાવૃતિ જેવાય છે તે નામની હું અકારાદિ ક્રમે નોંધ લઈ વિરમું છું –
કમ્મસ્થય, કમ્મપગ યુડિ, કમ્મવિવાગ, કર્મગ્રંથ, કસાયપાહુડ, છાસીઈ, પંચસંગહ, બંધસામિત્ત, સત્કર્મન, સયગ અને સિરિ
–જે. ધ. પ્ર. (૫. ૬૬, અં. ૯)
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org