________________
૨૩૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે મલયગિરીય ટીકામાં ક્યાં ક્યાં છે તે દર્શાવાયું નથી. “જે. આ. સભા” તરફથી આ ટીકા સહિત સત્તરિયા છપાઈ છે એના અંતમાંના બીજા પરિશિષ્ટમાં સપ્તતિકા ભાષ્યને નિર્દેશ નથી તે સાચી હકીકત શી છે તે તપાસવી જોઈએ. એને નિર્ણય ન કરાય ત્યાં સુધી આ અભયદેવસૂરિ તે મલયગિરિસૂરિના પૂર્વકાલીન અને એથી કરીને નવાંગીવૃત્તિકાર છે એમ કેમ માની લેવાય?
ભાસની પ્રથમ ગાથામાં સત્તરિયાની ગુણિ ( ચૂર્ષિ ) અનુસાર ભાસ રચવાની પ્રતિજ્ઞા કરાઈ છે. આ ચુણિણ તે મુદ્રિત ચુણિ છે કે બીજી કઈ એને નિર્ણય કર બાકી રહે છે. બાકી મેરૂતુંગસૂરિએ પત્ર આમાં જે પા ચુણિમાંથી આપે છે તે તે મુદ્રિત ગુણિ (પત્ર અ )માં જોવાય છે. - ભાસની મુદ્રિત આવૃત્તિની સત્તરિયા સાથે તુલના કરતાં જોઈ શકાય છે કે એમાં મૂળની કેટલીક ગાથાઓ વણ લેવાય છે. દા. ત. ભાસની ૧૯, ૨૫, ૪૧, ૫૮, ૮૦, ૮, ૧૨૨, ૧૨૩, ૧૫૧, ૫૫ ને ૧૩ એ ક્રમાંકવાળી ગાથાઓ સત્તરિયાની નિમ્નલિખિત અંકવાળી ગાથાઓ છે –
૧૨, ૧૩, ૧૪, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૪૦, અને ૪૭.
આ સબંધમાં પુણ્યવિજયજી દ્વારા સંપાદિત આવૃત્તિ જોતાં ભાસની ૧૯, ૨૫ અને ૧૩મી ગાથા સત્તરિયામાં નથી
૧. આ હકીકત મને આગમ દ્વારકના સંતાનીય મુનિશ્રી કાલતસાગરજી તરફથી જાણવા મળી છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org