________________
ૌઢ રાખ્યા
૨૬૭ મહાબંધને પ્રકૃતિ-બંધ પૂરતે વિભાગ હિંદી અનુવાદ ઇત્યાદિ સહિત ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૭માં પ્રસિદ્ધ થયેલ છે. આ ખંડને અંગે સ્વતંત્ર મંગલાચરણ નથી પરંતુ ચોથા ખંડના મંગલાચરણ સાથે અને સંબંધ સમજવાને છે.
પહેલા પાંચ ખંડે મળીને જેટલું પરિમાણ થાય તેના કરતાં આ છઠ્ઠા ખંડ મહાબંધનું પરિમાણ લગભગ છ ગણું મોટું છે. આથી તે આ મહાબંધ ઉપર આચાર્ય વીરસેને કઈ ટકા રચી નથી.
અત્યાર સુધીમાં મહાબંધની એક જ તાડપત્રીય પ્રતિ ઉપલબ્ધ થઈ છે. એ મૂડબિદ્રીમાં છે. એ “કાનડી” લિપિમાં લખાયેલી છે. એ લગભગ ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. એના ઉપરથી અન્ય પ્રતિકૃતિ તૈયાર કરાવાઈ નહિ તેનું ફળ એ આવ્યું છે કે લગભગ ત્રણ ચાર હજાર હેક જેટલું લખાણ ખવાઈ ગયું છે-નાશ પામ્યું છે. મહાબંધને પ્રારંભ
સત્તાવીસમા પત્રથી થાય છે અને એની પૂર્ણાહુતિ ૨૧મા પત્રે થાય છે. વચમાં ચૌદ પત્રે નાશ પામ્યાં છે કે
૧. છ હજાર મલેક જેટલું ગણાય છે.
૨-૩. પહેલાં ૨૬ પત્રમાં “સતકર્મ-પંજિકા” છે. એ છખંડાગમના અન્ય વિષય પર પ્રકાશ પાડે છે. જુઓ મહાબંધ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૨).
૪. જુઓ ઉપયુક્ત પ્રસ્તાવના પૃ. (૩૩).
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org