________________
[ ૨૬ ] કમાં સિદ્ધાન્ત અંગેના પારિભાષિક શબ્દનો
સાથે કેશ જૈન દર્શનમાં તેમ જ જૈન શાસનમાં પણ કર્મને સિદ્ધાન્ત મહત્વનું સ્થાન મેળવે છે. એ સિદ્ધાતના નિરૂપણાર્થે જાતજાતના પ્રયાસ થયા છે. એને લઈને કર્મસિદ્ધાન્તનું સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં આજે પણ ઉપલબ્ધ છે, જેન આગમિક સાહિત્યના જ અભ્યાસીને કર્મસિદ્ધાન્તને બંધ આવશ્યક છે એમ નથી. પરંતુ અનાગમિક ધાર્મિક સાહિત્ય માટે પણ એ બધ જરૂરી છે. આજે કેવળ જૈને જૈન સાહિત્યને અભ્યાસ કરતા નથી. પરંતુ આપણા દેશના તેમ જ પાશ્ચાત્ય દેશના પણ અજૈન વિદ્યાથીઓ અને વિદ્વાને જેન સાહિત્યને ઓછેવત્તે અંશેઅભ્યાસ કરે છે, તેમ કરતી વેળા જૈન દર્શનના–તત્વજ્ઞાનના – દ્રવ્યાનુયેગાદિના પારિભાષિક શબ્દના યથાર્થ અર્થ જાણવા માટે એ શબ્દને કેાઈ સર્વાગીણ કેશ નહિ હોવાથી એમને મુશકેલી પડે છે. આના એક અંગરૂપે “કર્મસિદ્ધાન્તગત પારિભાષિક શબ્દને કાશ રચાવી પ્રસિદ્ધ કરાવાય તે આ દિશામાં મહત્વનું કાર્ય સધાય. - કર્મસિદ્ધાન્તને અંગેના પ્રાચીન અને આકરગ્રંથે પાય ( પ્રાકૃત)માં રચાયા છે. વેતાંબરીય ગ્રંથે અદ્ધમાગહી(અર્ધમાગધી) અને જઈણ મહદ્રી (જેન માહારાષ્ટ્રી) એમ બે પ્રકારની પાઇય ભાષામાં રચાયા છે જ્યારે દિગંબરીય ગ્રંથ ઇણ સેરમેણું (જૈન શૌરસેની ) નામની પાઇય ભાષામાં
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org