________________
૨૬૨ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર નામ સત્કર્મ પ્રાભૂત' (પા. સતકમ્મપાહુડ) છે. કેટલાક અને સત્યપાહુડ' પણ કહે છે. છખંડાગમને તરવાર્થમહાશાસ્ત્ર તરીકે કેટલાક નિર્દેશ છે. એના ઉપર જે ચૂડામણિ નામની ટીકા છે તેને અકલંકે “તત્વાર્થમહાશાસ્ત્ર-વ્યાખ્યાન” કહેલ છે. આ ઉલ્લેખ કરી ઉપર પ્રમાણે નામાંતર સૂચવાયું છે.
છ વિભાગ અને એનાં નામ – છખંડાગમના એકંદર છ વિભાગો છે. એ દરેકને ખંડ કહે છે. એનાં નામે અનુક્રમે નીચે મુજબ છે – - (૧) જીવદૃણ (જીવસ્થાન), ( ૨ ) ખુદ્દાબંધ (ક્ષુલ્લકબંધ), ( ૩) અંધસામિત્તવિચય (બંધસ્વામિત્વવિચય), (૪) વેણ (વેદના), (૫) વગણ (વર્ગણા) અને મહાબંધ (મહાબ%),
પરિમાણ – છખંડાગામના પ્રથમ પાંચ ખંડ છ હજાર સૂત્રોમાં ગુંથાયેલા છે અને છઠ્ઠો ખંડ ત્રીસ હજાર બ્લેક જેવડે છે. પ્રથમ ખંડનું પરિમાણ ૧૮૦૦૦ પદનું છે એમ ધવલા (પૃ. ૬૦)માં કહ્યું છે. ચોથા ખંડનું પરિમાણ સેળ હજાર પદનું છે. ' વિષય છખંડાગમનો વિષય જૈન કર્મસિદ્ધાંતનું નિરૂપણ છે. પહેલા ત્રણ ખંડ કર્મને બંધ કરનાર આત્માને અંગે છે. અને બાકીના ત્રણ ખંડ કમના સ્વરૂપાદિને લગતા છે. પ્રથમ ખંડનું નામ જ કહી આપે છે તેમ એમાં જીવનાં સ્થાન વિષે
૧. જુએ છખંડાગમ ( ભા. ૧)ની પ્રસ્તાવના (પુ. ૫૧). ૨–૩. જુઓ ઇન્દ્રનશ્વિકૃત મુતાવતાર,
૪. આને લક્ષીને ગમ્મતસારમાં બે કંડ (સં, કાંડ) છેઃ (અ). છવ-કંડ અને (ભા) કમ્મ-ક,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org