________________
પ્રૌઢ ગ્ર
૨૨૯ છપાયેલી સિત્તષિમાં ૭૨ ગાથા છે. આમ જે ત્રણ ગાથાને ફરક છે તેને નિકાલ પુણ્યવિજયજીએ પિતાની પ્રસ્તાવના (પૃ. ૧૨-૧૩)માં સૂચવ્યું છે. વિશેષમાં ૭૨ ગાથા પિકી છેલી ન ગાથા પ્રકરણની પૂર્ણાહુતિ પછીની હોવાથી એ સાચી હોવા છતાં એ ગણવી ન જોઈએ એમ કહી એમણે ૭૦ ગાથાને તાળવે મેળવ્યું છે પણ મારે મન એ વાત પ્રતીતિજનક નથી.
a gyલીલા રોજથી શરૂ થતી ૨૫મી ગાથા એ સરિયાના ચૂર્ણિકારના મતે પાઠાંતરરૂપ છે એટલે એ હિસાબે ૭૧ ગાથા થાય છે એવો નિર્દેશ કરી પં. અમૃતલાલે એમ કહ્યું છે કે પહેલી ગાથા મંગલાચરણરૂપ હોવાથી એની ગણના ન કરાવી જોઈએ. એ વાત સ્વીકારતાં “સિત્તરિ દ્વારા સૂચવાયેલી ૭૦ ગાથા થઈ રહે છે ખરી પરંતુ આ વાત મારે ગળે પૂરેપૂરી -ઉતરતી નથી, જે કે મંગલાચરણની ગાથા કેટલીક વાર ગણતી નથી એ વાત સાચી છે. અત્યારે આ સંબંધમાં વિશેષ પરામર્શ કરવાની અનુકૂળતા નથી એટલે આ વાત અહીંથી પડતી મૂકું છું કેમકે જે ગાથા પાઠાંતર તરીકે દર્શાવાઈ છે તે કઈ ગાથાની છે અને એ પાઠાંતરરૂપ છે કે ઉપસંહારરૂપ ઇત્યાદિ પ્રશ્ન વિચારવા પડે તેમ છે.
વિષય – પ્રાચીન કર્મગ્રંથ તરીકે છ કૃતિ ગણાવાય છે. ( અને એમાં છઠ્ઠી કૃતિ તે સત્તરિયા છે ) જ્યારે નગ્ય કર્મગ્રંથ તરીકે પાંચ ગણાવાય છે ( અને એ પાંચે દેવેન્દ્ર
૧. ૭૫ ગાયાવાળી આવૃત્તિને વિષય અંગ્રેજીમાં The Doctrine of Karmin in Jaio Philosophy 4241941 ( 4. ૧૮-૧૮)માં છે. હેમુથ ફેન પ્લાન આપે છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org