________________
૧૭૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ પ્રથા
કૃતિ છે. એમાં ૫૪ ગાથા છે અને એના ઉપર હરિભદ્રસૂરિએ વિ. સં. ૧૧૭રમાં વૃત્તિ રચી છે. આ જ નામથી દેવેન્દ્રસૂરિએ પિતાના ત્રીજા કર્મગ્રન્થને ઓળખાવ્યું છે.
છાસીઈ (ષડશીતિ કિવા આગમિયવસ્થેવિયારસારસ્પયરણ ( આગામિકવસ્તુવિચારસારપ્રકરણ) – આના કર્તા જિનવલભસૂરિ છે. આ કૃતિના ઉપર મલયગિરિસૂરિએ તેમ જ વૃદ્ધગચ્છીય હરિભદ્રસૂરિએ એકેક વૃત્તિ રચી છે અને એ બંનેએ અહીં કૌસમાં આપેલાં નામોને નિર્દેશ કર્યો છે બાકી મૂળ લેખકે તે આ કૃતિનું કેઈ વિશેષ નામ સૂચવ્યું હોય એમ જણાતું નથી. દેવેન્દ્રસૂરિએ પિતાને ચેથા કર્મગ્રન્થ માટે એની પજ્ઞ ટીકાના પ્રારંભમાં તેમ જ અંતમાં વડશીતિકશાસ્ત્ર એવું નામ આપ્યું છે. આમ પ્રાચીન નામ એમણે જાળવ્યું છે.
પ્રાચીન અને નવ્ય કર્મગ્રન્થ– કર્મને લગતે ગ્રન્થ તે કર્મગ્રન્થ” કહેવાય. આ નામથી નીચે મુજબની છ પ્રાચીન કૃતિઓને ઓળખાવાય છે –
(૧) કમ્મવિવા, (૨) કમ્મસ્થય, (૩) બન્યસામિત્ત, (૪) છાસીઈ, (૫) સયગ અને ( ૬ ) સિ સીરિ.
આને જેમ “પ્રાચીન છ કર્મગ કહે છે તેમ દેવેન્દ્રસૂરિએ સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરેલી નિમ્નલિખિત પાંચ કૃતિઓને “નવ્ય પાંચ કર્મ ગ્રન્થ” કહે છે –
(૧) કવિરાગ, (૨) કમ્મસ્થય, (૩) બન્ધસામિત્ત, (૪) છાસીઈ અને (૫) સયગ.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org