________________
- ૧૭૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ - પંચસંગહ અપાયું છે. શું એનો વિષય કર્મનો સિદ્ધાન્ત છે?
“અનેકાન્ત” (વ. ૩, પૃ. ૨૬૬)માં વિ. સં. ૧૫૨૭ની એક હાથપથી વિષે ઉલ્લેખ છે. એમાં જીવસ્વરૂપ, પ્રકૃતિસમુત્કીર્તન, કર્મસ્તવ, શતક અને સપ્તતિકા એમ પાંચ પ્રકરણે છે. આ કૃતિનું નામ પણ પંચસંહ (પંચસંગ્રહ) છે. એની રચના ધવલા પછી અને કદાચ એને આધારે થયેલી લાગે છે.
| સિત્તરિ (સપ્તતિકા)–પંચસંગહમાં જે પાંચ ગ્રન્થને સંગ્રહ કે સમાવેશ કરાયો છે તેનાં નામ મલયગિરિસૂરિએ એની વૃત્તિમાં નીચે મુજબ આપ્યાં છે –
( ૧ ) શતક, (૨) સપ્તતિકા, (૩) કષાયપ્રાભૂત, ( ૪ ) સત્કર્મોન (ગુ. સત્યમ) અને ( ૫ ) કર્મપ્રકૃતિ.
શું અહીં નિશેલ સપ્તતિકા તે જ ચિરંતનાચાર્ય કૃત અને મલયગિરિકૃત વૃત્તિ સહિત છપાયેલી સિત્તરિ છે? જે એમ ન જ હોય તો એક બીજાની કૃતિનું નામ રાખ્યું છે. એમ મનાય. વળી ઉપર્યુક્ત દિગંબરીય પંચસંગ્રહના છેલ્લા (પાંચમા) પ્રકરણનું નામ પણ આ જ (સપ્તતિકા) છે.
કસાયપાહુડ (કષાયપ્રાભૃત) – ઉપર્યુક્ત પાંચ ગ્રંથમાં આ નામ ગણાવાયું છે ખરું પણ આ નામની કેઈ શ્વેતાંબરીય કૃતિ આજે મળતી હોય એમ જણાતું નથી. દિ. આચાર્ય ગુણધરે આશરે ૨૩૬ ગાથામાં જે કસાયપાહુડ રમ્યું છે તે મળે છે. આ ગુણધરને સમય વિક્રમની પાંચમી સદી હોવાનું મનાય છે.
૧. આની પહેલી ગાથામાં અને દિઠ્ઠિવાયના નિઃસ્પન્દરૂપ કહેલી છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org