________________
પ્રૌઢ થળે
૨૧૭
સંગ્રહના ભા. ૧૦ તરીકે છપાયેલા ઉપદશરત્નાકરની મારી “ભૂમિકા” (પૃ. ૪૨-૪૩)માં કર્યો છે.
પૂર્વવર – આગમે દ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીએ આ જીવસમાસ ઉપર્યુક્ત વૃત્તિ સહિત સંપાદિત કરી અને સંસ્કૃતમાં ઉપવાત લખે છે. આમાં જીવસમાસના કર્તા “પૂર્વધર' છે એમ કહ્યું છે અને એનું કારણ એ આપ્યું છે કે ઉપસંહારરૂપ ગાથામાં આ પ્રકરણ દષ્ટિવાદગત પદાથે દર્શાવે છે એ ઉલ્લેખ છે.
પ્રામાણિકતા – કર્તાના સમય કે નામ વિશે કશે ઉલ્લેખ મળતું નથી પરંતુ પ્રકરણકાર પ્રામાણિક લેખક છે એમ ઉપઘાતમાં સહેતુક પ્રતિપાદન કરાયું છે. સિદ્ધાંતિક વાક્યો સાથે પ્રસ્તુત કૃતિને કેટલીક વાર વિરેાધ જેવાય છે પરંતુ એથી પ્રસ્તુત કૃતિને કેઈએ દૂષિત કહી નથી એટલું જ નહિ પણ એને આધાર ભલભલા ગ્રંથકારે લીધે છે.
સમયનિર્ણયનાં સાધનો – જે કૃતિને રચના સમય અપાયેલ ન હોય તે કતિને રચનાસમય અન્ય રીતે કેટલીક વાર નક્કી થઈ શકે છે. એના ઉપર કે ટીકા હોય તે તેના કરતાં પ્રસ્તુત કૃતિ પ્રાચીન ગણાય. કઈ કઈ કૃતિમાં એનું એકાદેક અવતરણ પણ સુનિશ્ચિત સવરૂપે જોવામાં આવે છે તેને વિચાર કરતાં તેમ જ પ્રસ્તુત કૃતિને સ્પષ્ટ નિર્દેશ જણાતાં પ્રાચીનતા વિષે પ્રકાશ પડે. પ્રસ્તુત કૃતિની પ્રાચીનમાં પ્રાચીન હાથથી ઉપરથી પણ એના સમયને નિર્ણય થઈ શકે. આમ ભિન્ન ભિન્ન સાધનને ઉપયોગ કરાતાં કૃતિના સમયને ખ્યાલ આવી શકે. આપણે જીવસમાસ પરત્વે આવાં સાધને વિચારીશું.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org