________________
રૂપરેખા
૩૧
દર્શન અપૂર્વને, અને ઉત્તરમીમાંસા–શાંકર વેદાન્ત અવિવા, પ્રકૃતિ અને માયાને ઉલ્લેખ કરે છે. ખ્રિસ્તી, ઇસ્લામ અને મૂસાવાદ સેતાનને નિર્દેશ કરે છે. દુર્દશામાંથી મુક્ત કરનાર ઈશ્વર છે એમ અજૈન દર્શનો માને છે એમ સામાન્ય રીતે કહી શકાય.
પ્ર. ૪૦ : જેનેના કર્મસિદ્ધાન્ત સાથે સર્વથા કે અંશતઃ સરખાવી શકાય એવાં અજૈન મંતવ્ય છે ખરાં અને હાય તે તે કયાં અને કેટલા પ્રમાણમાં ?
ઉત્તર : આને ઉત્તર અંશતઃ આ પૂર્વના પ્રશ્નના ઉત્તરમાં આવી જાય છે. એ સંબંધમાં અત્ર વિશેષ વિચારણું માટે અવકાશ નથી. . પ્ર. ૪૧ : સંસારી જીની સારી કે નરસી–વિવિધ અવ
સ્થાઓ—એનાં જાતજાતનાં વિલક્ષણ વર્તનનો ખુલાસે જૈન દર્શનગત કર્મસિદ્ધાન્તથી જ થઈ શકે તેમ છે કે અજેનેના કોઈ સિદ્ધાન્તથી–મંતવ્યથી અને હેય તે તે શું છે?
ઉત્તર : પુનર્જન્મને માનનારા સર્વે આસ્તિક દર્શને આને ખુલાસો આપે છે પરંતુ એ સૌમાં જૈન દર્શન ઝીણવટ અને સટતાની દષ્ટિએ અગ્રિમ સ્થાન ભેગવે છે.
૧. જુઓ ઘર્મ શૌના સર્જન (પૃ. ૨૨-૪૦ ).
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org