________________
રૂપરેખા
૧૩૧
મતાંતર– ગમ્મસારમાં કમ્મકંડમાં પણ એ બાબત છે અરી કે ઘાતિકર્મોને જે દ્રવ્ય મળે છે તેને અનંત ભાગ સર્વઘાતી રસથી યુક્ત એટલે સર્વઘાતી દ્રવ્ય છે અને બાકીને દેશઘાતી રસથી યુક્ત યાને દેશઘાતી છે અને એ બહુભાગ છે. આમ જોકે આ બાબતમાં ગમ્મસાર અને સયગ મળે છે પરંતુ કમ્મકંડ પ્રમાણે તે સર્વઘાતી દ્રવ્ય કેવળ સર્વવાતિની પ્રકૃતિઓને જ ન મળતાં દેશઘાતિની પ્રકૃતિઓને પણ મળે છે. આમ અહીં મતાંતર છે. બાકી દેશઘાતી દ્રવ્ય દેશઘાતિની જ પ્રકૃતિઓને મળે છે એ બાબતમાં તો બંને સંપ્રદાયે સમાન માન્યતા ધરાવે છે.
દિગંબરીય હિસાબ ઉપર્યુકત મતભેદને લઈને ઉત્તરપ્રકૃતિઓના હિસ્સાની બાબતમાં વેતાંબરીય સંપ્રદાયથી દિગંબરીય સંપ્રદાય જે જુદે પડે છે તે વહેંચણીની રીત નીચે પ્રમાણે દર્શાવે છે -
“જ્ઞાનાવરણ કર્મના સર્વઘાતી દ્રવ્યને આવલીના અસંખ્યાતમા ભાગે ભાગવે. જે જવાબ આવે તેટલી સંખ્યા એમાંથી બાદ કરતાં જે બહુભાગ રહે તે આ કર્મની પચે ઉત્તર–પ્રકૃતિઓને આપ. બાદ કરાયેલા ભાગને આવલીના અસંખ્યાતમાં ભાગે ભાગ અને જે જવાબ આવે તે બાદ કરતાં બહુભાગ રહે તે મતિજ્ઞાનાવરણને આપે. શેષ એક ભાગને ફરીથી આવલીના અસંખ્યાતમા ભાગે ભાગ અને જે બહભાગ આવે તે શ્રુત-જ્ઞાનાવરણને આપોઆ પ્રમાણે જે બહુભાગે આવે તે અનુક્રમે અવધિ-જ્ઞાનાવરણને અને મન પર્યાવ-જ્ઞાનાવરણને આપવા. શેષ એક ભાગ કેવલ-જ્ઞાનાવરણને આપ.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org