________________
કમેસિફાત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ
( ૧ ) વિપાકકાલનિયત વિપાકાનિયત. ( ૨ ) વિપાકનયત વિપાકકાલ-અનિયત. ( ૩ ) નિયતવિપાક નિયતવેદનીય. (૪) અનિયતવિપાક અનિયતવેદનીય.
સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ – કર્મના ફલદાનની અપેક્ષાએ એના (૧) સંચિત, (૨) પ્રારબ્ધ અને (૩) ક્રિયમાણ એમ ત્રણ પ્રકારે સાધારણ રીતે સૂચવાય છે. જીવે ફક્ત પૂર્વ જન્મમાં જ નહિ પરંતુ ચાલુ જન્મમાં પણ અને તે પણ એક જ ક્ષણ–સમય પહેલાં જે જે કર્મ કર્યા તે “સંચિત કહેવાય છે. આ સંચિતને મીમાંસકે “અપૂર્વ' કહે છે તે કેટલાક એને “અદષ્ટ’ કહે છે કેમકે ક્રિયા થઈ રહ્યા બાદ એનું પરિણામ સૂક્ષ્મ હોઈ એ દેખાતું નથી.
- જે કર્મનું ફળ ભેગવવું શરૂ થાય છે તેને “પ્રારબ્ધ” કહે છે.
ક્રિયમાણ” એ પ્રકાર યુક્તિ-સંગત જણાતું નથી કેમકે એને અર્થ “વર્તમાનમાં કરાતું” એમ થાય છે અને એ તે પ્રારબ્ધ કર્મનું જ પરિણામ છે. લેકમાન્ચે આ પ્રકાર સ્વીકાર્યો નથી. ૧
વેદાન્તીઓની માન્યતા – વેદાન્તસત્ર (૪–૧–૧૫ )માં કર્મના (1) પ્રારબ્ધ–કાર્ય અને (૨) અનારબ્ધ–કાર્ય એમ બે પ્રકારે દર્શાવાયા છે.
૧. જુએ ગીતારહસ્ય (પૃ. ૨૭૨ ).
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org