________________
૮૩
રૂપરેખા જે આયુષ્યનો બંધ કર્યા પૂર્વે એ આ શ્રેણિ પર આરૂઢ થયે હોય તે સાત મેહનીય પ્રકૃતિને નાશ કર્યા બાદ એ અવશિષ્ટ મેહનીય પ્રકૃતિને સંહાર કરવા પૂરી તૈયારી કરે છે. આ માટે એ સૌથી પ્રથમ ઉપર્યુક્ત ત્રણ કરો કરે છે. પ્રથમ કરણ “અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં અને બીજા બે એના નામરાશિ ગુણસ્થાનમાં એટલે કે “અપૂર્વકરણ” અને “અનિવૃત્તિ બાદર સંપરાય” ગુણસ્થાનમાં એ કરે છે.
આઠનો ક્ષય–અપૂર્વકરણરૂપ કરણ ચાલુ હોય તે દરમ્યાન ચારે પ્રકારના અપ્રત્યાખ્યાનાવરણ અને ચારે પ્રકારના પ્રત્યાખ્યાનાવરણ કષાયોને એમ આઠનો એ સમકાળે સંહાર કરે છે. આ સંહારનું કાર્ય અડધું થઈ રહે એટલે એ ૧દર્શનાવરણ” કર્મની પ્રચલાદિ ત્રણ પ્રકૃતિઓને નાશ કરે છે અને નરકગતિ, તિર્યચ-ગતિ વગેરે તેર નામ-કમને પણ સંહાર કરે છે. આટલું કાર્ય સિદ્ધ થતાં એ કષાયેના સંહારનું કાર્ય એણે અડધું બાકી રાખ્યું હતું તે પૂરું કરે છે.
નોકવાનો નાશ-આ કાર્ય કર્યા પછી “ઉપશમ” શ્રેણિએ આરૂઢ થનાર પુરુષે જે ક્રમે નર નેકષાને દબાવી દીધા હતા એ જ કમે એ એને વિનાશ સજે છે. સ્ત્રી અને નપુંસકને
૧. એના નવ પ્રકારો છે. પાંચ પ્રકારની નિદ્રા તેમ જ ચક્ષુર્દર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શનનાં ચાર આવરણે. એમાં નિકાના જે પાંચ પ્રકારે છે તે એની તરતમતા ઉપર આધાર રાખે છે. એ એકેકથી ગાઢ છે. એનાં નામે નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનધેિ છે. ઊંઘમાં ને ઊંઘમાં ઉઠીને ખૂબ કામ કરે છતાં ખબર ન પડે એવી ઊંઘ તે “ત્યાનધિ' છે. ઊભા ઊભા કે બેઠા બેઠા જે ઊંઘ આવે તે “પ્રચલા' કહેવાય છે.
www.jainelibrary.org
Jain Education International 2010_05 For Private & Personal Use Only