________________
૭૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર કોઈ દળિયાં રહેતાં નથી કે જે ભેગવવાં પડે. ત્યાર બાદ એ અંતમુહૂર્તમાં આ ૨૧ પ્રકૃતિઓ પૈકી નવ નકષાચેને નીચેના ક્રમ દબાવી દે છે –
(૧) નપુસક–વેદ; ત્યાર બાદ (૨) સ્ત્રી–વેદ; એના પછી સમકાલે (૩) હાસ્ય, (૪) રતિ, (૫) અરતિ, (૬) શેક, (૭) - ભય અને (૮ જુગુસાફ અને અંતે (૯) પુરુષ–વેદ.
આ કમ તે ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ પુરુષ હોય તે તેને અંગે ઘટે છે. જે એ સ્ત્રી હોય તે પ્રથમ નપુંસક–વેદને, પછી પુરુષ–વેદને, ત્યાર બાદ સમકાલે હાસ્યાદિ ષક ન અને અંતમાં સ્ત્રી–વેદને દબાવી દે છે. એવી રીતે ઉપશમ-શ્રેણિ ચડનાર નપુંસક હોય તે સૌથી પ્રથમ સ્ત્રી–વેદ, પછી પુરુષ–વેદ, ત્યાર પછી સમકાલે હાસ્યાદિ ષક અને છેલે નપુંસક–વેદ એ ક્રમે એને દબાવવાનું કાર્ય કરે છે.
નવ નેકષાયને પરાસ્ત કરી એ વ્યક્તિ “અપ્રત્યાખ્યાનાવરણ” કેધને અને “પ્રત્યાખ્યાનાવરણ કેઘને સમકાલે દબાવી કાલાંતરે “સંજવલન ક્રોધને દબાવે છે. ત્યાર પછી અપ્રત્યા
ખાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એમ બંને પ્રકારના માનને સમકાલે દબાવી અને આગળ ઉપર સંજવલન” માનને સામને કરી એને દબાવે છે. ત્યાર બાદ ઉપર્યુક્ત કેધ અને માનની જેમ એ જ ક્રમે ત્રણ પ્રકારની માયાને એ દબાવે છે.
આ કાર્ય થઈ રહેતાં “અપ્રત્યાખ્યાનાવરણ લેભ અને “પ્રત્યાખ્યાનાવરણું લોભને એ દબાવે છે. સંજવલન તેમને
એ જાતના કોધાદિ કષાયાની જેમ દબાવાય તેમ નથી. એથી - એ માટે એને નવીન યૂહ રચે પડે છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org