________________
રૂપરેખા
-આઠ પ્રકાર ગણાવાય છે. એ આઠને મૂળ-પ્રકૃતિ–અશ્વ' કહે છે. પ્રકૃતિ–બબ્ધને બદલે “પ્રકૃતિએ શબ્દ પણ વપરાય છે અને સામાન્ય રીતે એને જ “કર્મ' કહેવામાં આવે છે.
મૂળ પ્રકૃતિઓ– મૂળ પ્રકૃતિએ યાને કર્યો આઠ છેઃ (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ક, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય.
જ્ઞાનાવરણ કર્મ આત્માના જ્ઞાનરૂપ મૌલિક ગુણનું ઘાતક છે.
દર્શનાવરણ આત્માના દર્શનને–એના સામાન્ય બંધને આવરી લે છે–એને પ્રકટ થવા દેતું નથી. વળી એ જાતજાતની નિદ્રાનું કારણ છે.
વેદનીય કર્મ સુખ કે દુઃખને અનુભવ કરાવે છે. મેહનીય કર્મ આત્માને મેહ પમાડે છે.
આયુષ્ક-કર્મ જીવને એના જન્મસમયે પ્રાપ્ત થયેલા દેહમાં રિકી રાખે છે. આ કર્મની તે ભાવ પૂરતી પૂર્ણાહુતિને “મૃત્યુ”
નામ-કર્મ શરીર, એનાં અવયવો અને એને ઘાટ નક્કી કરે છે તેમ જ જીવની અમુક ગતિ, જાતિ વગેરેની પ્રાપ્તિમાં કારણરૂપ છે.
નેત્ર-કમને લઈને જીવનું કુળ ઊંચું કે નીચું ગણાય છે.
અંતરાય-કર્મ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં એટલે કે દાન દેવામાં, લાભ લેવામાં, પરાક્રમ કરવામાં તેમ જ ભેગ અને ઉપગ ભોગવવામાં વિદ્ધ ઊભું કરે છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org