________________
થાય છે અને સિદ્ધને તે સદાને માટે એ પ્રાપ્ત થયેલું જ છે. સંસારી જીવની ઉત્તમેત્તમ દશા એટલે કે ચૌદમાં ગુણસ્થાનની પ્રાપ્તિ એ એને શુદ્ધ, સાચા અને સનાતન સ્વરૂપની સૌથી નિકટની દશા છે. એ દશામાં તેમ જ એની પૂર્વેના તેરમા ગુણસ્થાનમાં વર્તતા જીવને અનુક્રમે “અાગી કેવલી' અને સગી કેવલી કહે છે જ્યારે સિદ્ધને “ભવાતીત' કહે છે. અજેને તેરમા–ચૌદમા ગુણસ્થાને વર્તતા જીવને જીવન્મુક્ત' કહે છે જ્યારે સિદ્ધને પરમુક્ત' કહે છે. કેઈ પણ સંસારી જીવની ઓછામાં ઓછી સકર્મક-કર્માવૃત દશા હોય તે પણ તે જીવ મુક્ત જીવની અપેક્ષાએ તે ઉતરતી કોટિને છે. એના તમામ મૌલિક ગુણોને પૂરેપૂરે આવિર્ભાવ એ જ એનું સર્વોત્તમ સ્વરૂપ છે. એ જ એનું સર્વથા સાચું, શુદ્ધ અને સનાતન સ્વરૂપ છે. એની પ્રાપ્તિ શી રીતે થાય તે અમુક અંશે તે કર્મના સ્વરૂપની સમજણ ઉપર અવલંબે છે.
પ્ર. ૩ : પુનર્જન્મ એ શું હકીકત (fact) છે અને ને એ હોય છે એ શાને આભારી છે?
ઉત્તર : “પુનર્જન્મ એ આત્મવાદી ઘણાંખરાં દર્શને પ્રમાણે હકીકત (fact) છે જ અને જૈન દર્શન પણ આત્મવાદી હોઈ એનું પણ એમ જ માનવું છે. જ્યાં સુધી સંસારી જીવ અકર્મક -કર્મરહિત બને નહિ ત્યાં સુધી એ જન્મમરણના ચકરાવામાંથી છૂટે નહિ. અત્યાર સુધીમાં સંસારીનાં તે શું સિદ્ધ પરમાત્માએ પણ સિદ્ધ થયા તે પૂર્વેના ભવ સુધી એમનાં યે અનંત પુનર્જન્મ થયો છે અને એ બધાં જ કર્મને આભારી છે. કર્મના સકંજામાં સપડાયેલાને પુનર્જન્મની પરંપરા નડે છે,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org