Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
=
પ્રકૃતિઓના ઘુવબંધી આદિ ભેદ, નામકર્મ ] ની સત્તા છતે મિથ્યાત્વી ન થાય, તીર્થંકર નામકર્મ સત્તામાં છત અંતમુહૂર્ત પર્યત મિથ્યાત્વી થાય. તે ૧૨ છે
વિવેચના:-તથા આહારક શરીર ૧, આહારકોપાંગ ૨, આ હારક સંઘાતન ૩, આહારક આહારક બંધન ૪, આહારક તેજસ બંધન પ, આહાશ્ક કાર્મ બંધન ૬, આહારક તજસ કાર્મણ બંધન ૭, એ આહારકસક સર્વ [૧૪] ગુણઠાણે વા ઈતિ વિક૫થી સત્તાએ હોય, જે અપ્રમત્ત સાધુ સંયમપ્રત્યયિક આહારકસમેકનો બંધ કરીને ઉપલે ગુણઠાણે ચઢે અથવા હેઠો પડે તેને સર્વ ગુણઠાણે સત્તા પામીએ અને જે તેનો બંધ કરેજ નહિ તેને ન હોય, તથા બીજા ત્રીજા ગુણઠાણા વિના શેષ સર્વ ગુણઠાણે તીર્થકર નામની સત્તા વિકલ્પ હોય; સમ્યકત્વપ્રત્યયિક તીર્થંકરનામ બાંધીને ઉચે ચઢે ત્યારે ઉપરલે સર્વ ગુણઠાણે સત્તા પામીએ અને કોઈક જીવે પૂવે નરકાયુ બાંદયું હોય અને પછી લાપશમિક સભ્યત્વ પામીને તથાવિધ અધ્યવસાયે તીર્થકરના બાંધીને અંય સમયે સમ્યકત્વ વમી મિરાવ ગુણઠાણે આવી નરકે જાય, ત્યારે મિથ્થા જિનનામને સારું ! પામીએ અને જે શુદ્ધ સમ્યવ છતે પણ જિનનામ ન હો, તેને સર્વ ગુણઠણે જિનનામની સત્તા ન હૈ:ય અને જિનનામની સત્તાવાળે જીવ સાસ્વાદન મિટે તે સ્વભાવેજ ન આવે તે માટે નિષેધ્યાં. જિનનામ ૧, આહારકસસક ૨, એ બેની ભેળી સત્તાવાળે જીવ મિથ્યાત્વ ગુણઠાણે ન જાય-મિથ્યાત્વી ન હોય, તીર્થકરનામની સત્તાવાળા જીવને મિથ્યાત્વ આવે તે અંતમુહૂર્ત જ રહે, તે આ પ્રમાણે-પૂર્વ નરકનું આયુ બાંધીને પછી ક્ષાયોપથમિક સમ્યકત્વ પામીને તીર્થંકરનામ બાંધે તે જીવ મરતાં સમ્યકત્વ વમીને મિથ્યા આવી નરકે ઉપજે ત્યાં વળી તુરત સમત્વ પામે, એટલું જ અંતમુહૂર્તજ મિથ્યાત્વ રહે, . ૧૨ .
- + આ હકીકત નિકાચિત જિનનામકર્મની અપેક્ષાએ છે. નિકાચિત જિનનામની સત્તાવાળા ઉપર પ્રમાણે મિથ્યાત્વે જઈ ત્યાં પર્યાપ્ત થઈ તરત અવશ્ય સમ્યક્ત્વ પામે છે, એટલે જ મિથ્યાત્વે જિનનામની સત્તા અંતમુહૂર્ત હોય તેમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org