________________
અવતરણ થયું. નામ પડ્યું ચીનું. પિતાશ્રીનું નામ ભોગીલાલભાઈ (પછી થી પૂ.ભુવનવિજયજી મહારાજા). માતા મણીબેન (પછીથી સા. મનોહરશ્રીજી મહારાજ). નાનપણમાં ચીનના લલાટે ચંદ્રમણીનો આકાર હોવાથી લોકો બીજલ તરીકે બોલાવતા. ૫ ધોરણ સ્કુલમાં ભણ્યા પછી પિતાશ્રીએ રજા લેવડાવી લીધી. ત્યારબાદ માત્ર ૧૪ વર્ષની ઉંમરે વિક્રમ સંવત ૧૯૯૩માં વૈશાખ સુદી ૧૩ શનિવાર તા. ૨૫-૫-૧૯૩૭ના રોજ રતલામ મધ્ય પ.પૂ.આ.ભ.ચંદ્રસાગરસૂરિજી મ.સા. પૂ. ભુવનવિજયજી મ.સા. આદિના વરદહસ્તે ૫.પૂ. બાપજી મ.સા.ની આજ્ઞાથી દીક્ષા આપવામાં આવી. ગુજરાતમાં બાળદીક્ષા પ્રતિબંધ હોવાથી મધ્યપ્રદેશ રતલામમાં દીક્ષા થઈ. દીક્ષા બાદ પૂજ્યશ્રીને રણના મુસાફીરને અમૃતનું ઝરણુ મળે તે ન્યાયે પોતાના પિતાશ્રીનો શરણું મળ્યું. પિતાશ્રીએ સુયોગ્યપુત્રને
Jain Education Internationaltor Personal & Private Use Onlyww.jainelibrary.org