________________
ઉર્ધ્વગમન કરું. ૧૦) કેવલજ્ઞાનનો દીવો મારામાં પ્રગટ થાય
એવી ભાવના ભાવવી. ધૂપ-દીપપૂજા કર્યા બાદ ભગવાનની ડાબી બાજુ અને
દીપક જમણી બાજુ સ્થાપિત કરવો.
.... બેનો ને સૂચના... દેરાસરમાં દર્શન - પૂજન કરવા જતાં બહેનોએ ખૂબ જ મર્યાદાપૂર્ણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરવા, જેથી કોઈના વિકાર ભાવમાં નિમિત્ત ન બનાય. પાપ ખરાબ તેમ પાપમાં નિમિત્ત બનવું તે પણ ખરાબ છે. દેરાસરમાં અંગોપાંગ દેખાય તેવા પારદર્શી કે ચુસ્ત વસ્ત્રો પહેરીને આવવું તે તારક તીર્થકરની ઘોર આશાતના છે. દર્શન પૂજન કરતી વખતે બેનોએ માથે ઓઢવાનો આગ્રહ રાખવો.
જ 87 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org