________________
રૂપિયાનો સવિશેષ સંપૂર્ણ સવ્યય થઈ શકે.
જૂના શ્રાવકો મંદિર નિર્માણમાં ઓળઘોળ બનતા. આબુ-દેલવાડાના દેરા, કુંભારીયાના દેરા, રાણકપુર કેહઠીસિંહના દેરાના સર્જન એમને એમ, રાતોરાત થઈ જતા નથી. એમાં મંત્રી વિમલશાહ, અનુપમાદેવી, ધરણાશાહ અને શેઠાણી હરકુંવરબાઈએ પોતાના દ્રવ્યની સાથે સાતે પોતાના હૃદયના ભાવ અને પ્રાણ પૂર્યા છે. ધરણાશાહે ૩૨ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્ય સ્વીકારી, રાણકપુર જેવા કાળજી મંદિર સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું છે.
સુંદર અને વિશિષ્ટ મંદિર સ્થાપત્ય નિર્માણ પૂર્વે પાંચ પરિબળોની આવશ્યકતા હોય છે. (૧) શિલ્પશાસ્ત્રોનું સાંગોપાંગ અધ્યયન, (૨) નિર્માણ સંબંધી પ્રેક્ટીકલ જ્ઞાન (૩) મન મૂકીને ધન ખર્ચવાની ઉદારતા, (૪) સમયનો ભોગ આપવાની તૈયારી તથા (૫) કાર્ય સુંદર રીતે પૂર્ણ કરવાના ભરપૂર પ્રયત્ન. આ પંચક જ્યાં ભળે ત્યાં ઈતિહાસના
- 154 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org