________________
અભિપ્રાય.... પર્યુષણ પર્વના પ્રવચનોમાં જણાવ્યાનુસાર દેવદ્રવ્યની વૃદ્ધિ એક વાર્ષિક કર્તવ્યરૂપે છે અને ઉચિત છે. પરંતુ તેની વૃદ્ધિ કરતાં પણ તેની હાનિ અટકાવવી, રક્ષા કરવી તે તો તેથીયે અનેકગણા પુણ્યનું કારણ જાણવું જોઈએ.
યોગ્યતા અને શક્તિસંપન્ન સાધુ ભગવંતો જો અલગ અલગ વિષયોમાં નિપુણતા મેળવે તો જિનશાસનને સર્વાગ સંપૂર્ણપણે ઉપયોગી થઈ શકે. આ રીતે તેઓની શક્તિઓના યોગ્ય વિનિમય - વપરાશ દ્વારા શાસનને તેનો મહત્તમ લાભ પણ મળી શકે. એક તૈયાર થયેલ વ્યક્તિ બીજા ૨૫-૫૦ વ્યક્તિને તૈયાર કરે. દીપથી દીપ પ્રગટે અને આ રીતે પ્રગટેલા દીવડાઓનું એક સામંજસ્યપૂર્ણ નેટવર્ક ઊભું થાય તો ભવિષ્યના દશ વર્ષમાં તેનું ટકોરાબદ્ધ પરિણામ જોઈ શકાય તથા દેવદ્રવ્યના કરોડો-અબજો
- - 153 - Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org