________________
અન્યથા એ સ્થાન ભવિષ્યમાં અન્ય ધર્મના હાથમાં જતા વાર લાગતી નથી. જેનોના કેટલાક ચોક્કસ ચિહ્નો જેવા કે - ૧૪ સ્વપ્ન, અષ્ટમંગલ, અષ્ટપ્રાતિહાર્ય, ૨૪ ભગવાનના લાંછન, નવપદમય સિદ્ધચક્ર વગેરે એવા છે કે જે અન્ય ધર્મોથી જૈન ધર્મની વિભિન્નતા અને વિશેષતા દર્શાવે છે. જૈનોના આવા નિયત ચોક્કસ શિલ્પો મંદિરમાં પાટ, ખંભ કે મંડોવરાદિ સ્થાને ડીઝાઈનરૂપે અવશ્ય વણી લેવા જોઈએ તથા શક્ય હોય ત્યાં એ સ્વરૂપનો નામોલ્લેખ પણ કરી દેવો જોઈએ જેથી જૈનમંદિરની સ્વતંત્ર ઓળખાણ બની રહે. મંદિરોમાં મૂકવામાં આવતા શિલ્પોમાં જૈનોના શાસનપ્રભાવક સૂરિભગવંતો, શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક-શ્રવિકાઓ
જ 131
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org