________________
પ્રભાવ જે થોડો ઘણો ઝાંખો પડ્યો હોય, ત્યાં ૧૮ અભિષેકના અનુષ્ઠાન દ્વારા જિનબિંબની શુદ્ધિ અને પ્રભાવશુદ્ધિ થાય છે.
છેલ્લા કેટલાક સમયથી તો આ અનુષ્ઠાનનો પ્રચાર-પ્રસાર ખૂબ વધ્યો છે. ઠેર ઠેર સામૂહિક સ્વરૂપે ૧૮ અભિષેકના આયોજનો થાય છે. દર વર્ષે એકવાર તો ઘણા ખરા સંઘોમાં ધ્વજાના દિવસે કે આસપાસમાં આ પ્રમાણે ૧૮ અભિષેકનું આયોજન પ્રાયઃ કરી ગોઠવાતું હોય છે.
પ્રભુની ભક્તિ સ્વરૂપના મહાપ્રભાવિક આ અનુષ્ઠાનના શાસ્ત્રોક્ત પ્રભાવો અનુભવવા માટે, અનુષ્ઠાનને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેમાં કેટલીક બાબતો અવશ્ય વિચારણીય બની રહે છે, જેમાંથી એક બાબત ઉપર અહીં વિચારવિમર્શ કરવામાં આવે છે.
- 138 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org