________________
પ્રદક્ષિણા આપું છું. એવી ભાવના ભાવવી. જેમ સમવસરણમાં મૂળ ભગવાન એક બાજુ હોય, ત્રણ દિશામાં એમની મૂર્તિ હોય, તેમ અહિ પણ મૂળનાયક એક દિશામાં, ત્રણ દિશામાં મંગલમૂર્તિ રાખેલ હોય, માટે પ્રદક્ષિણામાં જ્યાં ભગવાનના દર્શન થાય “નમો જિણા” બોલવું. ત્યાર બાદ ભગવાનની જમણી સાઈડમાં પુરૂષો અને બહેનોએ ડાબી સાઈડમાં ઉભા રહીને દર્શન કરવા. પ્રભુ સ્તુતિગાવવાથી અતિશય પુણ્ય બંધાય છે. પંચાશક ગ્રંથમાં કહ્યું છે કે આવડતી હોય તો ૧૦૮ સ્તુતિઓ દરરોજ ગાવવી. સ્તુતિ બોલતી વખતે બીજાને ખલેલ ન પહોંચાડો, ભક્તિમાં બીજાને અંતરાય ના
- 85 .
Jain Education Internationālor Personal & Private Use Onlywww.jainelibrary.org