________________
દરેક દ્વાર ઉપર (ગભારાના) તોરણો બનાવી ફીટ કરાવવા. તાળા મારી શકાય. ચાંદીના હોય તો ઉત્તમ. લેપ કરેલા ભગવાનની પૂજા માત્ર સવારે પ્રક્ષાલદિપૂર્વક એક વ્યક્તિ કરે. બાકી તરત કાચનું કબાટ વાળી મંગલ કરવું. બાકીના દર્શન કરે અને ધૂપ - દીપાદિ પૂજા કરે. નહિતર અમૂલ્ય પ્રતિમાજી વારંવાર વિરૂપ બનશે. નાના પ્રતિમાજી-સ્ફટિક પ્રતિમાજી આદિ માટે બુલેટપ્રુફ કાચના કબાટની વ્યવસ્થા તત્કાળ કરવી. કમાડ બનાવવા. દેખી શકાય પણ સ્પર્શ ન કરી શકાય તેવા. નાના પ્રતિમાજી અને લેપવાળા પ્રતિમાજીના લંછનો ચાંદીમાં બનાવી રાળથી લંછન સ્થાને ફીટ કરાવવા. જેથી ભવિષ્યમાં ઓળખ રહે. અગર તે તે સ્થાને પ્રભુના નામો કોતરાવી -
- 48 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org