________________
•
દર્પણમાં જોઈને તિલક કરવું એનું બીજું નામ ‘કાળદર્શન’ છે. હું કાળને આધીન છું. દિવસે - દિવસે હું મોતની નજીક જઈ રહ્યો છું. બાળકથી યુવાન અને યુવાનથી વૃદ્ધ થઈ રહ્યો છું. આત્મકલ્યાણ સાધી લઉં અને હે ભગવાન ! તું તો કાળથી પર છે. તું જરા મરણથી મુક્ત છે. એવું જ સ્વરૂપ મારે પ્રગટ કરવું છે.
નિમિત્ત શાસ્ત્ર પ્રમાણે કાળ દર્શન એટલે મૃત્યુ નજીક આવે ત્યારે શરીરમાંથી છાયાના પુદ્ગલો નીકળતા બંધ થાય... ક્યારેક મોઢું ન દેખાય. ક્યારેક વિકૃત દેખાય તો સમજવું મૃત્યુ નજીક છે. જેથી સાધના કરી લેવાય. દર્પણનો અર્થ દર્પણ, દર્પ એટલે અહંકાર, દર્પણ એટલે અહંકાર ન કર. આયનો (I NO) હું નથી... દર્પણ આગળ અહંકાર
81
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org