________________
(૫) ઉપરનો રંગમંડપ તથા ગભારાનો ભાગ સાફ
થઈ ગયા બાદ આજિનાલયમાં ભમતીમાં કાજો લઈ લેવો. કાજા પર કોઈ નો પગ ન આવે તેવી યોગ્ય જગ્યાએ છાયડામાં પરઠવો. જે જગ્યાએ કીડીના દર દેખાય ત્યાં ભીના પાણીનું પોતું (નાનો ટુકડો) મુકી દેવો. થોડા સમયના અંતરે થોડું થોડું પાણી જયણાંના કાર્યકરે નાંખતા રહેવું. કીડી, મંકોડા, કંસારા, વંદા નો ઉપદ્રવ જણાય તો ખૂબ જ જયણાપૂર્વક કામ કરવું. જેવો જીવોનો ઉપદ્રવ જણાય તરત જ જયણાવાળા કાર્યકર્તાને બોલાવી લેવા તે યોગ્ય કરશે. ભોયરાવાળા જિનાલયોમાં માત્ર પોતુ જ કરવું. ઉપરનું પાણી નીચે ન ઉતરે તેનો ખ્યાલ રાખવો. -- 71 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org