________________
વેચી શકાય અગર અગ્નિ સંસ્કાર આદિ પ્રસંગે વેચી શકાય. ટુંકમાં જેમ તેમ રખડતા ન હોવા જોઈએ. ધીમાં કપૂર મેળવીને વાપરવું. સુવાસી બને. કોઈ ખાઈ ન શકે અને જલ્દી ન બગડે. અંદર કલર પણ મેળવી શકાય. આંગીમાં પ્લાસ્ટીક સ્ટોન વપરાય છે તો બંધ કરાવવા. આંગીમાં પેરાશૂટની દોરી વપરાય છે તે બંધ કરાવવી. આંગીમાં ઉન વાપરવાની મનાઈ કરવી. આંગી રૂ વાપરવાની મનાઈ કરવી (વરખ ચોંટાડવા વાપરી શકાય.) આંગીમાં રેશમ શુદ્ધ - ઊંચુ મળે તેવું જ વાપરવું. વરખ-બાદલું નકલી ન આવે તેનું ધ્યાન રાખવું. આંગીમાં શો માટે પણ પ્લાસ્ટીકના ફૂલો ન વાપરવા. મહાપૂજામાં પણ પ્લાસ્ટીક ફૂલો ન વાપરવાં.
- 55 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org